અમારી પરબ છે

અમારા જગતનો બજારી સબબ છે
તમોને તરસ છે અમારી પરબ છે

નજરમાં બધાના હવસનો ઇજારો
તમારી ગરજ છે અમારો કસબ છે

ન ખૂટે કદીપણ ઘરાકો અમારા
બુઝી ના બુઝાશે શરીરી તલબ છે

કરી શાંત સૌની અગનને છતાંપણ
ન દે માન દુનિયા નઠારી ગજબ છે

ઘરે સ્ત્રી જનેતા અહીં એ તવાયફ
શરીફો તમારી શરાફત અજબ છે

ફસાવી અમોને તમાશો જુએ સૌ
અમારી ન દુનિયા અમારો ન રબ છે

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

2 Responses to અમારી પરબ છે

  1. sush કહે છે:

    Wah,Sharifo Tamari Sharafat Ajab chhe.

  2. Jugalkishor કહે છે:

    હેમંતભાઈ,
    તમે તો અજબની વાત અજબ રીતે મુકી છે. કેવો નાજુક વીષય, કેટલી સાલસતાથી મુક્યો છે ! તમે આમાં માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, વ્યવસાયશાસ્ત્ર અરે, ગઝલશાસ્ત્ર પણ ગજબની રીતે વણી લીધું છે !! કેટલી સરસ માપસરની પંક્તીઓ સાથે રચના આપી છે !

    તરસ સાથે પરબને; જગત-ઈશ્વરને ( દુનીયા-રબ) તમે બહુ તાકાતથી મુક્યાં છે. ઉપરાંત શરીરી તલબ, નઠારી દુનીયા, બજારી સબબ, શરાફી શરાફત વગેરે શબ્દોની યોજના દાદ માગી લે એવી છે. તમને ખુબ ખુબ અભીનંદન !! આવી જ રચનાઓ આપતા રહો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s