એ શું હતું

શબ્દમાં રણક્યાં કર્યું એ શું હતું
કાળજે સણક્યાં કર્યું એ શું હતું

અળગું કરવાની કસમ લેવા છતાં
મનને જે વળગ્યા કર્યું એ શું હતું

ઠારવાને જલ નહીં લોહી વહ્યું
તોય જે સળગ્યા કર્યું એ શું હતું

વિશ્વ જીતીને લઈ આવ્યા તમે
તોય મન ઝંખ્યા કર્યું એ શું હતું

સુખની સુંવાળી નરમ ચાદર મહીં
શૂળ શું ડંખ્યા કર્યું એ શું હતું

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

15 Responses to એ શું હતું

 1. hemantpunekar કહે છે:

  કોઈની વાતમાં એક એવો રણકો હોય કે જે કાનોમાં ગુંજ્યા કરે અને એનો સણકો કાળજામાં ઊઠ્યા જ કરે. અને આમ થવા છતાં પણ ખબર ન પડે કે એ વાતની આટલી અસર શા માટે થઈ? આ અને આવા જ કેટલાક પ્રશ્નોને વાચા આપે છે ગઝલ એ શું હતું.

  સહિયારું સર્જન પર “એ શું” વિષય પર કાવ્ય લખવાનું આમંત્રણ હતું. એના પ્રતિસાદ રૂપે આ ગઝલ લખી હતી. સરસ રદ્દીફ આપવા માટે સહિયારું સર્જન નો આભારી છું.

 2. Jugalkishor કહે છે:

  તમે સહીયારું સર્જનનો ખરે જ સરસ પડઘો પાડ્યો.
  તમારી પાસે સુક્ષ્મ ભાવોને શબ્દોમાં પકડીને વહાવી દેવાની સરસ હથોટી છે.
  સરળતા અને સાદગીમાં પણ ભાવો-વીચારો કેવા વહી શકે છે !
  આનંદ.

 3. Himanshu કહે છે:

  ઠારવાને જલ નહીં લોહી વહ્યું
  તોય જે સળગ્યા કર્યું એ શું હતું

  Very nice Hemant. Simple, yet effective.

 4. Sangita કહે છે:

  Hemant,

  “Ae Shun Hatu” was one of the best poems I happen to find on Sahiyaru Sarjan that linked me to your excellent website of more beautiful poems and had/have liked so much. Really, it is simply the best.

  Samji na shakay ane chhata varamvar udbhavta, anubhawata anek bhavo, prashno no sundar shabd deh!

  Sangita

 5. nilam doshi કહે છે:

  વિશ્વ જીતી ને લઇ આવ્યા તમે,
  તો ય મન ઝંખ્યા કર્યું એ શું હતું?

  સરસ શબ્દો સાથે સરસ ભાવ

 6. Shah Pravinchandra Kasturchand કહે છે:

  હેમંતભાઈ,

  ક્યારે થયું કવિત તમારું પૂરું;ભાન ના રહ્યું.
  અને ઝંખે મન આગળ વાંચવા,એ શું હતું?

  જુગલભાઈએ જે લખ્યું એ સાથે સહમત છું.
  લાગણીઓને આવી નજાકતથી શબ્દસ્થ કરતા રહો.
  જુગલભાઈ જેવાના આશીર્વાદ સાથે છે તો અમારા
  જેવાની ઝંખનાઓ જરુર સંતોષાશે.
  ધન્યવાદ !

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

 7. રાજીવ કહે છે:

  સુંદર શબ્દો…!

 8. naraj કહે છે:

  exellent hemantbhai……..tamam sher raday sparshi chhe……thnx

 9. Chetan Framewal કહે છે:

  હેમંતભાઈ પૂણેકરની ગઝલની પ્રતિ ગઝલ,

  શબ્દમાં જે રણકે છે ,એ પ્રેમ છે.
  કાળજે જે સણકે છે એ પ્રેમ છે.

  મેં કસમ તારી સદા ખાઈ હતી,
  મનને રે, જે વળગે છે એ પ્રેમ છે

  દિલની જ્વાળા લોહીથી ઠારી છતાં
  ભીતરે સળગે છે જે એ પ્રેમ છે.

  વિશ્વ આખું છો તમે જીતી ગયા.
  મન હજી ઝંખે છે જે એ પ્રેમ છે.

  સુખ ભલે ‘ચેતન’ બધા મળતા રહ્યાં
  શૂળ શો ડંખે છે જે એ પ્રેમ છે…

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા….

 10. પંચમ શુક્લ કહે છે:

  વિશ્વ જીતીને લઈ આવ્યા તમે
  તોય મન ઝંખ્યા કર્યું એ શું હતું

  Nice gazal…nice expression.

 11. કુણાલ કહે છે:

  hemantbhai,

  tame to fari baaji maari lidhi…..

  khub sundar… khub bhaavvaahi rajuaat..

  darek sher hridayshparshi….

 12. વિવેક કહે છે:

  સુંદર ગઝલ…. હૃદયસ્પર્શી શબ્દો…

 13. sonali કહે છે:

  very nice hemant,keep it up

 14. Mehul Chauhan કહે છે:

  સરલતા ઈજ તમરિ ખરેખરિ મૌદિ છે.

  “વિશ્વ જીતીને લઈ આવ્યા તમે
  તોય મન ઝંખ્યા કર્યું એ શું હતું”

  તમે ખરેખેર હદય સ્પર્શિ વસ્તુ સરલતા થિ વ્યક્રત કરિ દો છોૂ.

  સુદર રચ્ના.

 15. pravinash1 કહે છે:

  આવું સુંદર ભાવવાળું લાવ્યા
  મનને ભાવ્યું એ શું હતું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s