જિંદગીની સિગરેટ

તારા સ્મિતનો
ખેંચાઇ જાય છે કશ અવારનવાર અને
જલ્યા કરે છે
મારી જિંદગીની સિગરેટ

******************

લાગ્યુ કેટલી બુઠ્ઠી કટાર હોય છે
જાણ્યું જ્યારે નજરોને પણ ધાર હોય છે
હળવા સ્મિત સાથે નજરમાંથી એક તીર વછુટેને
વર્ષો પછી પણ એ હૃદયની આરપાર હોય છે

******************

વિષવિશ્વનું ઝેર કંઇક એવુ કોઠે પડ્યું છે
કે પ્રેમરસ અમીથી હવે કંપારી ચઢે છે
ટુકડે ટુકડે મરવાની આદત પડી છે
તારુ જીવનસભર સ્મિત જીવલેણ થઇ પડે છે

******************

એ પહેલા સ્મિત વખતે તને કંપારી નહોતી ચઢી
અને તારુ હૃદય એક ધડકન નહોતુ ચૂકી ગયુ
એવું તુ તારી જાત સામે સાબિત કરી દે
અને હું તારો પીછો છોડી દઇશ

******************

-હેમંત

Advertisements
This entry was posted in મુક્તક. Bookmark the permalink.

3 Responses to જિંદગીની સિગરેટ

 1. hemantpunekar કહે છે:

  જેના માટે મનમાં ખેંચાણ હતુ એ અચાનક સામે આવી ગઇ. કદી વાત પણ નહોતી થઇ અને એનાથી એક સ્મિત અપાઇ ગયું. આખા શરીરમાંથી એક લખલખુ પસાર થઇ ગયું, એક સાથે હજારો ગુલાબ મહેંકી ઊઠ્યા અને એના ઘમઘમાટનો કૈફ ચઢ્યો. અને પછી એ સ્મિતની વણઝાર જાણે જીવવાનો આધાર બની ગઇ.

 2. hardik કહે છે:

  really touching, i like ur poems.
  too good.

 3. વિષવિશ્વનું ઝેર કંઇક એવુ કોઠે પડ્યું છે
  કે પ્રેમરસ અમીથી હવે કંપારી ચઢે છે
  ટુકડે ટુકડે મરવાની આદત પડી છે
  તારુ જીવનસભર સ્મિત જીવલેણ થઇ પડે છે

  wow! what a nice thought!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s