પત્તાનો મહેલ

પત્તાનો મહેલ બનાવવા બેઠો

એક પછી એક ગોઠવાતા પત્તા
એકબીજાના ટેકે ઊભા
એકબીજા ઉપર ઊભા

ક્યાંક રાજા, ક્યાંક રાણી
ક્યાંક લાલ, ક્યાંક કાળી

ઊંચાઇ વધતી ચાલી
અને વધતી ઊંચાઇ સાથે
વધતુ ગયુ મારુ જતન

પણ ઠંડી પડેલી હવા
આ તમાશો જોઇને
ગાલમાં હસતી હતી

અચાનક, એક સહજશી થપાટ
ના, જેની ભીતિ તો ક્યારનીય વરતાતી હતી
એવી એક થપાટ અને

અને બધુય કડડભૂસ
સ્મશાનવત શાંતિ ચોતરફ

ઊંધાચત્તા પડેલા પત્તાઓની
ચોતરફ લાશો અને

અને એમના ઢગલામાં ઉદાસ હું

-હેમંત

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

12 Responses to પત્તાનો મહેલ

 1. hemantpunekar કહે છે:

  એ મુગ્ધવયના પ્રેમમાં શું શું વિચારી લે છે માણસ? હું એને મળીશ અને આમ કહીશ, પછી એ આમ કહેશે, પછી હું આમ કહીશ… ઇચ્છા અને સંભાવનાઓ ની રમત મંડાય છે અને માણસ મનમાં ચણે છે, પત્તાનો મહેલ

  અને અચાનક એ મહેલને જ્યારે વાસ્તવિકતા રૂપી હવાની થપાટ લાગે છે ત્યારે શું થાય છે?

 2. Suresh Jani કહે છે:

  બહુ જ સત્ય

 3. piyush કહે છે:

  Hemant bhai , tamaru aa kavya sachej dil na badha tarr khankheri lidha , ane ankho ne aansu pata na mahel ni jen padi gaya ,
  hats off to you

 4. vijayshah કહે છે:

  Aa vat fakta mugdhavaynaa prem upar simit nathi
  manas maatra aa ramat saday ramato rahe Chhe ane saap sidini ramatni jem kadik jite ane kadik haare ane chhelle naam vidhataa , takadir ane nasibnu dayi chhelle una unaa nisasa nakhe
  bahu sundar hemmantbhai!

 5. vijayshah કહે છે:

  Aa laghukatha tamara kavyamaaMthi sarjaayi

  આ કવિતા વાંચતા જ કેમ આશ્કાનુ મન ઉદાસ થઇ ગયુ. તેનો અંશ, તેનુ સ્વપ્ન તે ધારતી હતી તેના કરતા વિપરીત વર્તતો હતો. આજે તો તેણે હદ કરી નાખી હતી.
  ‘મમ્મી તુ એમ ન માનતીકે તુ ના પાડીશ અને હુ સોફીયાને છોડી દઇશ. મારે જો એની અને તારી વચ્ચે પસંદગી કરવાની હશેને તો હું તને છોડી દઇશ એને નહીં.તેથી એવુ ન કરીશ કે મને તેને માટે તને છોડવી પડે.’
  ૨૦ વર્ષની કાચી ઉંમર અને ઇશ્કી સમુદ્રમાં ગળાડૂબ અંશ આ સોફીયાનાં ચઢાવે ચઢેલો છે.
  મા તરીકે તેને થયુ કે આ નાનુ બચ્ચુ સાપને દોરડુ માનીને ખેલી રહ્યો છે. તેને જ્યારે સાપ કરડ્શે ત્યારે થતી વેદનાનાં ભય થી ખુબ ગભરામણ થઇ. પહેલા પ્રયત્ન તરીકે તેને ગમતા અને સોફીયા વચ્ચેની કડી રુપ પપિ ‘જ્હોની’ને આવવાની મનાઇ ફરમાવી.પરિણામ એક મહીનામાં જુદુ એપાર્ટમેંટ યુનીવર્સીટી નજીક લીધુ અને ઘરે આવવાનુ ઓછુ કર્યુ…
  ૨૨ નો થયો ત્યારે સેલ્ફોન ઉપર આશ્કાએ તેને બોલતા સાંભળ્યો હની! મમ્મી તો પાંદડુ છે તે તો ક્યારે ખરી પડશે ખબરે ય નહીં પડે હું થડ તારી સાથે છું ને પછી તારે ચીંતા શું કરવાની?’
  ૨૫ વર્ષે સોફીયાનાં બાપે આશ્કાને ખખડાવતા કહ્યુ
  ‘પાંચ વર્ષથી તેઓ ડેટીંગ કરે છે અને તમે હવે ના પાડો છો?’
  આશ્કાએ કહ્યુ ‘અમે તો ક્યારેય હા પાડીજ નહોંતી સોફીયાને પણ તે ખબર હતી છતા તે વળગેલી રહી તેથી તો તેનુ ચરિત્ર સારુ નથી તેમ કહીયે છેને..’
  ‘તમારો છોકરો તેને વળગેલો રહ્યો છે’
  ”હા તેથી જ તો ડર છે ને કે તેને જ્યારે સાપ કરડશે ત્યારે તેનુ શું થશે?’

  તે સાંજે અંશે ફોન ઉપર જણાવ્યુ
  ‘મમ્મી! મેં તને કહ્યુ હતુ ને કે તુ નહી માને તો હું તને છોડી દ્ઇશ?
  રડતા અવાજે આશ્કા બોલી ‘પ્રભુ તને બચાવે!’

  પછીની વાત તો સાવ સામાન્ય છે અમેરીકામાં જેને મેલ્ટીંગ પોઇંટ કહે છે. હની મુક્ત મને દેવા કરે છે અને અંશ ભારતીય પતિ તરીકે બધુ હની હની કરીને ભરે છે અને ઘરમાં પ્રાણીસંગ્રહાલયનાં અનેક પેટ સાથે પપેટ બની ને રહે છે.

  કદાચ આ તેનો પત્તાનો મહેલ છે જેને હજી હવાની થાપટ નથી વાગી.

 6. Shah Pravinchandra Kasturchand કહે છે:

  જીવન પત્તાનો મહેલ?
  કડડભૂસ?
  ક્યાં એક ચીસ પણ સંભળાય છે?
  ને જીવનદીપ બુઝાય ત્યારે?

 7. Amit pisavadiya કહે છે:

  સરસ કાવ્ય…

  વિજયકાકાની આ લઘુવાર્તા અમેરિકાની ઉધ્વ વાતાવરણની ઝાંખી કરાવે છે ,,, ખરુ ને !!!

 8. milind કહે છે:

  It is very good, I remember someone to read this

 9. Mehul Chauhan કહે છે:

  Dear hemant..reallly nice creation…mane kharekhar gamyu…
  pen bahu gloomy che…kharekher kahu to you know..Jindgi patta na mahel ni jevi nathi hoti..aapne tene tevi rite swekariye chiiye…
  Baaki Prem me eevu tahva na ghana reason che..pen frankly., je prem uper banne na prem ni mohar (saathe saathe bhagvan ne prem mi mohar nathi lagti) te prem success nathi thato..
  eetle pechi aapne bhagn raday thi sweekari laiye chiye ke ooh..life patta na mahel jevi hoi che…but kharekhar life to eek saras zarna jevi hoi che…
  khilkhiilati.., hasti ….ramti….,masti kerti….jo tame tene tevi rite swwkaro to…
  “jetlu jivya tetli zindgi, baaki badho timepass”….
  ane jindgi ne hasi ne yes kehva maj maza che..jetlu radya tetlu maut…
  Just say hi to life…..say i am ready for all the challenges of life… I am ready for all your pain…i am ready for all the love…
  i am ready….i am ready…….

  But lets not deviate from topic…
  It is really a nice creation…i welcome the efforts….
  with best regards,
  mehul

 10. પિંગબેક: પપેટ « વિજયનુ ચિંતન જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s