દિવસ રાત

ગયા સૌ સપન એ વિસારે ગયા
નિશાના નિશાનો સવારે ગયા

મળી છાંય દિલનેય ટાઢક મળી
બપોરે સજનના ઇશારે ગયા

સમી સાંજ ને યાદ ખંજર સમી
અમે તો તમારા વિચારે ગયા

પડી રાત રાહો નિરાંતે પડી
પ્રવાસી બધાયે ઉતારે ગયા

ભર્યા શ્વાસને લો તમે સાંભર્યા
દિવસ રાત એના સહારે ગયા

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

6 Responses to દિવસ રાત

  1. hemantpunekar કહે છે:

    આ કવિતા એક પ્રયોગ તરીકે લખી છે. એમાં

    ૧) મુતાકારિબ છંદ વાપર્યો છે (લગાગા). (વધુ વાંચોઃ http://bazmewafa.blogspot.com/)
    ૨) પ્રત્યેક શેરની પહેલી પંક્તિનો પહેલો અને છેલ્લો શબ્દ સરખો છે.
    ૩) કવિતા સવાર, બપોર, સાંજ, રાત અને છેવટે દિવસ-રાતની વાત કરે છે.

    આ પ્રયોગ અંગે તમારા મૂલ્યવાન પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે.

    -હેમંત

  2. વિવેક કહે છે:

    સુંદર ગઝલ…

    મળી છાંય દિલનેય ટાઢક મળી
    બપોરે સજનના ઇશારે ગયા

    – આ શેર શિરમોર લાગ્યો… અભિનંદન…

  3. સુરેશ જાની કહે છે:

    બહુ જ સરસ રચના. પહેલા અને છેલ્લા શબ્દનું સરખાપણું એક નવિનતા છે. ભાવ અને લય પણ સરસ છે.

    આપણા સાહિત્યનો ભુજંગી છંદ પણ આવો જ છે ને?

    યમાતા, યમાતા, યમાતા, યમાતા

    ‘ય’ ના ચાર આવર્તનો થી ભુજંગી,
    પછી શું, પછી શું, પછી શું, પછી શું,.

  4. Mohammedali Bhaidu "wafa' કહે છે:

    મઝાની રચના છે.છઁદ ની સરસ માવજત કરી છે(મુતકારિબ છઁદ11 અક્ષરી)

    નજર જ્યાઁ મળી આપની આ નજર
    , ઇશારે ઇશારે ઇશારે ગયા .

    _____મોહમ્મદ અલી “વફા”

  5. hemantpunekar કહે છે:

    આપ સૌના પ્રતિભાવ અને પ્રોત્સાહન માટે આભાર. મુતાકારિબ છંદનું બંધારણ “લગાગા લગાગા લગાગા લગા” (૧૧ અક્ષરી) છે, જે ભુજંગી કરતા થોડુક અલગ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s