એક અજાણી આંખ

જ્યારે મને દેખાઇ જાય છે તુ
ત્યારે સ્તબ્ધ થઇને વિચાર્યા કરું છું
કે સ્વપ્ન શું છે
જે રાતે જોતો હતો તે
કે તુ જતી રહીશ ને ક્ષણવારમાં તુટી જશે તે

પછી મન કહે છે બન્નેય સ્વપ્ન જ છે
ફરક ફક્ત એટલો
કે પેલુ બંધ આંખનું હતું
ને આ ઉઘાડી આંખનુ છે.

એક ઉદાસ શાંતી સાથે
બન્ને સ્વપ્નોને લઇને જીવ્યા કરું છું
એક અજાણી આંખ
ઉઘડી જવાના ઈંતજારમાં

-હેમંત

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

7 Responses to એક અજાણી આંખ

 1. Amit pisavadiya કહે છે:

  સુંદર અભિંવ્યક્તિ…..

  જોતો જ રહ્યો બસ હુ તમને , નિર્દોષ તમન્ના જાગી ગઇ……..

 2. Devang Tanna કહે છે:

  man prem nu damadol thayu ne roop ni charcha jagi gai

 3. સુરેશ જાની કહે છે:

  બહુ જ સરસ વિચાર . બધાં સપનાં……..
  જ્યાં અપેક્ષા હોય ત્યાં સપનાં જ હોય. આ ક્ષણ માણવાનો અભિગમ કેળવાય તો જ સપનાંની માયાજાળ દૂર થાય અને સત્યમાં જ જીવવાનું શરૂ થાય.
  પણ સપનાં મોહક હોય છે.

 4. vijayshah કહે છે:

  Thoduk vadhaare matharasho to sundartam rachana thashe ( joke dahi sasare na jay ane gandine shikhaman jevu lage to kshama paN haju ghuNto..

 5. hemantpunekar કહે છે:

  વિજયભાઇ, તમારા સલાહ-સૂચન હંમેશા આવકાર્ય છે. તમારો અંદાજ સાચો છે. આ ભાવનાને મેં વધારે ઘુંટી નથી. એક અનુભવ થયો અને મેં એને તરત જ શબ્દરૂપ આપી દીધું. કોઇ ભાવ ઘુંટાય એ માટ એની સાથે થોડો સમય ગુજારવો પડે. પણ આ ભાવ સાથે લાંબો સમય રહું તો વધુ પડતુ ઉદાસ થઇ જવાય છે.

 6. Dipika Mehta કહે છે:

  સુન્દર કાવ્ય રચના.
  જ્યારે મને દેખાઇ જાય છે તુ
  ત્યારે સ્તબ્ધ થઇને વિચાર્યા કરું છું
  કે સ્વપ્ન શું છે
  જે રાતે જોતો હતો તે
  કે તુ જતી રહીશ ને ક્ષણવારમાં તુટી જશે તે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s