આ ઘર મને ગમતા નથી

આ ગલી મને ગમતી નથી,
આ ઘર મને ગમતા નથી

એક તો બારણા,
બારણા પર આગળા, આગળા પર તાળા
અધખુલી બારીઓ પર પડદાના ઢાંકપિછોડા

શયનખંડમાં આગ લાગી હોય તોય
દિવાનખાનુ દિવાળીનો દંભ કર્યા કરે

ભરબપોરે જુઓ તો ઘરમાં અંધારુ
રહેનાર ઘણા પણ ઘર અવાવારુ

ઈંટની દિવાલો ને કાંચની દિવાલો
પડઘાઇને ચિમળાયેલા ધારદાર સવાલો

ઘરનો ઘોંઘાટ આપે સંવાદ થયાની ભ્રમણા
છાના છપના સેવે સૌ અંગત અંગત શમણા

ભૂતાવળ શા રંજાડે તોય એ શમતા નથી
આ ગલી મને ગમતી નથી,
આ ઘર મને ગમતા નથી

-હેમંત

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

3 Responses to આ ઘર મને ગમતા નથી

  1. hemantpunekar કહે છે:

    વડોદરાની નાની ગલીઓમાં અનુભવેલી વાત છે. જુના ઘર અને સંયુક્ત કુટુંબ. એમાં કેટલાક ઘર એવા પણ છે જેમાં સાથે રહેવું એ મજબુરી હોય છે. આવા ઘરમાં લોકો સાથે રહીને પણ સાથે રહેતા નથી. ત્યાં અનુભવેલી સંવેદનાનુ ચિત્રણ કરવાનો પ્રયત્ન કર્યો છે.

  2. UrmiSaagar કહે છે:

    આ રચના ખૂબ જ ગમી… હકીકતને ખુબ સુંદર રીતે વર્ણવી છે…

  3. Neela Kadakia કહે છે:

    તમારી વાતો પરથી લાગે છે ખૂબ ઊંડો ઘા લાગ્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s