વિમાન બની ગયો છું

ઉડવાની ચાહમાં બેજાન બની ગયો છું
પંખી બનવું હતુ, વિમાન બની ગયો છું

ગાવા હતા ગીતો અને ઘોંઘાટ હું કરું છું
તણખલાની જગ્યાએ મિસાઇલ્સ હું ભરું છું
ઇન્સાન આમેય ઓછો હતો હેવાન બની ગયો છું
પંખી બનવું હતુ, વિમાન બની ગયો છું

માળા બાંધતો નથી બરબાદ હું કરું છું
નિર્દોષના નયનમાં અશ્રુ હું ભરુ છું
મારા સ્વપ્નને પામવામાં શેતાન બની ગયો છું
પંખી બનવું હતુ, વિમાન બની ગયો છું

ઉડવાની ચાહમાં બેજાન બની ગયો છું
પંખી બનવું હતુ, વિમાન બની ગયો છું

-હેમંત

Advertisements
This entry was posted in ગીત. Bookmark the permalink.

4 Responses to વિમાન બની ગયો છું

  1. hemantpunekar કહે છે:

    એક વખત બારીમાં ઉભો ઉભો વાદળ વિનાના સ્વચ્છ આકાશને જોઇ રહ્યો હતો. દૂર એક પક્ષી ઉડતુ હતુ અને બીજી બાજુ એક ફાઇટર વિમાન ઘોંઘટ કરતુ જઇ રહ્યું હતુ. ત્યારે આ કવિતાની પહેલી બે પંક્તિ સુઝી હતી.

    મને લાગે છે કે માણસ પોતાની સફળતાને પામવામાં એટલી હદે બેબાકળો બની જાય છે કે એને શરુઆત માં શું જોઇતુ હતુ એનુ પણ ભાન રહેતુ નથી. ઔદ્યોગિક વિકાસે સુવિધાઓ નો ખડકલો કરી દીધો છે પણ એ વિકાસ સાધતી વખતે માનવિય પાસુ ભુલાઇ ગયું છે. આ કવિતા એ દર્દની વાત કરે છે.

  2. vijayshah કહે છે:

    માળા બાંધતો નથી બરબાદ હું કરું છું
    નિર્દોષના નયનમાં અશ્રુ હું ભરુ છું

    bahu j saras !

  3. Neela Kadakia કહે છે:

    શોકમાંથી ઉદભવેલા શ્લોક જેવી રચના છે. સુંદર છે.

  4. hemantpunekar કહે છે:

    નીલાબેન, ખુબ આભાર…. આથી વધુ સુંદર કૉમેન્ટ મને આજ સુધી કોઇએ આપી નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s