એકવાર એક વાત લખી’તી

એકવાર એક વાત લખી’તી
આપણી મુલાકાત લખી’તી
હું મળ્યો ને તુ મળી ને
વાતની શરુઆત લખી’તી

પણ પછી તો કાળે એવા ખેંચ્યા
મિલનના બે પળના વેચ્યા

માંડમાંડ તો આપણે મળ્યા’તા

માંડમાંડ તો આપણે મળ્યા’તા
એકબીજાનો સ્પર્શ કળ્યા’તા
એ ચુંબનને આલિંગનથી
સ્વપ્નો કંઈ કેટલાય સળવળ્યા’તા

પણ આપણી રમત ના ચાલે

પણ આપણી રમત ના ચાલે
નૃત્ય છે, મમત ના ચાલે
વહી જવું પડે, કહી જવું પડે
સમસમીને રહી જવું પડે

એ ક્ષણોની યાદ મધુરી
પણ હજી એ વાત અધુરી
રસ્તા ફંટાયા છે, મળશે
ખોવાયેલા લોકો જડશે

આપણે પણ ફરી મળીશું
ને ફરીથી એજ કહીશું

એકવાર એક વાત લખી’તી
આપણી મુલાકાત લખી’તી
હું મળ્યો ને તુ મળીને
વાતની શરુઆત લખી’તી

-હેમંત

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

7 Responses to એકવાર એક વાત લખી’તી

 1. વિવેક કહે છે:

  ગુજરાતી શબ્દ જગતમાં હાર્દિક સ્વાગત… આપનો બ્લોગ સરસ છે..પણ મોઝીલા ફાયરફોક્ષ સર્વર પર એ વાંચી શકાતો નથી….

 2. hemantpunekar કહે છે:

  માણસ-માણસ વચ્ચેનો સંબંધ મને હમેશા ખુબ રહસ્યમય લાગ્યો છે. આપણે શાળામાં ભણતા હોઇએ ત્યારે આખા વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓમાંથી આપણી મૈત્રી ફક્ત ૧૦-૧૫ જણ સાથે થાય છે અને વર્ષો સુધી તો માંડ ત્રણ્-ચાર જણ સાથે ટકે છે. કોઈ આપણા જીવનમાં ધસમસતુ આવી ચઢે છે તો કોઇ ધીમે ધીમે. એવુંજ કંઇક છુટા પડતી વખતે થાય છે. મને હમેશા આ પ્રશ્ન કનડે છે….કેમ અમુક જ લોકો મારા જીવનમાં આવે છે અને અલગઅલગ કારણોસર જતા રહે છે?

  આખા વિશ્વનું મૉડલ આપનારું વિજ્ઞાન માનવજીવનની આ અતિ મહત્વની ઘટના ને “ચાન્સ્” કહીને છોડી દે છે. મને નથી લાગતું કે માનવ-સંબંધો એક અકસ્માત માત્ર છે અને એટલે જ મને ઋણાનુબંધમાં વિશ્વાસ છે. ઋણાનુબંધ, કેજે જન્મ અને મૃત્યુની પાર વહે છે અને માણસ નો માણસ સાથે સંબંધ બાંધે છે. આ કવિતા ઋણાનુબંધને હું જે રીતે સમજ્યો છું એના વિષે છે.

  -હેમંત

 3. ઊર્મિસાગર કહે છે:

  સંબંધોની વાત સાવ નિરાળી…

  એકવાર મેં સંબંધ પર કંઇક લખેલું…
  http://urmi.wordpress.com/2006/07/11/sambandh_vinano_gaadh_sambandh/

 4. sonali કહે છે:

  ખુબ જ સરસ અભિવ્યક્તિ હેમંત!

 5. Prajakta Shastri કહે છે:

  એકવાર એક વાત લખી’તી
  આપણી મુલાકાત લખી’તી
  હું મળ્યો ને તુ મળીને
  વાતની શરુઆત લખી’તી

  – ખૂબ સરસ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s