ચિત્ર ચાલી જશે તો શું કરીશું

ચિત્ર ચાલી જશે તો શું કરીશું
સ્વપ્ન હાલી જશે તો શું કરીશું

થુંકથી ચોંટાડ ના તુ જાહોજલાલી
મન સવાલી થશે તો શું કરીશું

રતુંબડી રાત છે ને સત્ય જો બોલું
એ ઓર કાલી થશે તો શું કરીશું

રાસ જોવો હોય તો મશાલ પકડવી પડે
પછી નરસિંહ વાલી થશે તો શું કરીશું

નકલી જીંદગીને કંટાળીને છોડી દઇએ
પણ મોત જાલી હશે તો શું કરીશું

દુશ્મન નથી તો શું છરો તો છરો છે
મિત્ર ઘાલી જશે તો શું કરીશું

શબ્દ છે ત્યાં લગી મ્હાલીએ છીએ વ્હાલમ
શબ્દ ખાલી થશે તો શું કરીશું

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

11 Responses to ચિત્ર ચાલી જશે તો શું કરીશું

 1. Amit pisavadiya કહે છે:

  રાસ જોવો હોય તો મશાલ પકડવી પડે
  પછી નરસિંહ વાલી થશે તો શું કરીશું

  વાહ !

 2. BHAVIN કહે છે:

  વાહ ! સુંદર રચના. ખાસ કરી ને મને આ ચાર પંક્તિઓ ખૂબજ ગમી.

  રતુંબડી રાત છે ને સત્ય જો બોલું
  એ ઓર કાલી થશે તો શું કરીશું

  વાત છે સોહામણી રતુંબલ રાતડી ની અને જો સત્ય બોલો અને એ કાળરાત્રિમાં ફેરવાય તો ?
  ખૂબજ સરસ…

  દુશ્મન નથી તો શું છરો તો છરો છે
  મિત્ર ઘાલી જશે તો શું કરીશું

  આ પંક્તિઓ પણ ખૂબજ સરસ છે.

  BHAVIN
  My Blog : શોધું છું એક આકાશ, ક્ષિતિજ ની પેલે પાર !!!

 3. hemantpunekar કહે છે:

  એક દિવસ સવારે કસરત કરતો હતો ત્યારે ટાઇલ્સમાં કંઇક હાલતુ હોય એવું લાગ્યું અને હું સહેજ ડરી ગયો. ધ્યાનથી જોયું તો ટાઇલ્સમાં બારીમાંથી દેખાતા આકાશનૂં પ્રતિબિંબ પડતું હતું. આકાશમાં વાદળ હાલતા હતા એટલે પ્રતિબિંબમાં પણ કંઇક હાલતા હોવાનો ભાસ થતો હતો. ત્યારે આ ગઝલની પહેલી બે પંક્તિ સુઝી હતી.

  મને એમ લાગે છે કે બધુ બરાબર ચાલતું હોય તો પણ આપણા મનમાં ઊંડે આ એક ભય હમેશા હોય છે કે જે ચિત્ર જોવા આપણે ટેવાઈ ગયા છીએ એ જતુ રહેશે તો શું કરીશું. જેને સાચુ માની બેઠા છીએ એ સ્વપ્ન હાલી જશે તો શું કરીશું.

  આપના પ્રતિભાવ અને પ્રોત્સાહન બદલ ખુબ આભાર!

  – હેમંત

 4. Neela Kadakia કહે છે:

  ચિત્ર ચાલી જશે તો શું કરીશું
  સ્વપ્ન હાલી જશે તો શું કરીશું

  સુંદર શબ્દો

  નીલા

  મેઘધનુષ http://shivshiva.wordpress.com/

 5. Mehul Shah કહે છે:

  થુંકથી ચોંટાડ ના તુ જાહોજલાલી
  મન સવાલી થશે તો શું કરીશું

  aama ‘sawali’ atale shun?

  રાસ જોવો હોય તો મશાલ પકડવી પડે
  પછી નરસિંહ વાલી થશે તો શું કરીશું

  aa panktio samjavso?

  sorry… i’m in learning stage !

 6. hemantpunekar કહે છે:

  મેહુલભાઇ,

  થુંકથી ચોંટાડ ના તુ જાહોજલાલી
  મન સવાલી થશે તો શું કરીશું

  જે સવાલ પુછે તે સવાલી.
  માણસને પૈસો જોઇએ છે, ઈમાનદારીથી કે બેઈમાનીથી ગમે તે રીતે. બેઇમાનીથી ભેગી કરેલી દોલત જાણે થુંકથી ચોંટાડેલી હોય છે. એ જાહોજલાલી છે પણ કેટલો સમય ટકશે એનો કોઇ ભરોસો નથી. શેરની પહેલી પંક્તિ આ વાત કરે છે. માણસ દરેકને છેતરી શકે પણ પોતાની જાતને નહીં. એટલે દરેક ખોટુ કામ કરતી વખતે માનવી-મનના કોઇક અજાણ્યા ખુણે એટલી નોંધ તો થતી જ હોય છે કે હું કંઇક ખોટુ કરી રહ્યો છું. શેરની બીજી પંક્તિ આ વાત કરે છે. મન જો એ બધા સવાલો લઇને સામુ આવશે તો શું કરીશું.

  રાસ જોવો હોય તો મશાલ પકડવી પડે
  પછી નરસિંહ વાલી થશે તો શું કરીશું

  આ શેરમાં એક દંતકથાનો સંદર્ભ છે. નરસિંહ મહેતા પર જ્યારે શિવજી રીઝ્યા અને વરદાન માગવા કહ્યું ત્યારે નરસિંહ મહેતાએ માંગ્યુ કે હે પ્રભુ જે વસ્તુ તમને દુર્લભ હોય તે મને આપો. શિવજી માટે વૈકુંઠમાં કૃષ્ણ ભગવાનની રાસલીલા જોવી એ સૌથી દુર્લભ વાત હતી એટલે એ નરસિંહ મહેતાને વૈકુંઠમાં રાસલીલા જોવા લઇ ગયા. અંધારુ હતુ એટલે એમના હાથમાં મશાલ આપી. નરસિંહ રાસ જોવામાં એવાતો તલ્લીન થઇ ગયા કે મશાલ આખી બળી ગઇ અને એમનો હાથ બળવા લાગ્યો તોય એમને ખબર ના પડી. આખરે કૃષ્ણ ભગવાન રાસ છોડીને નરસિંહ મહેતા પાસે દોડી આવ્યા અને એમના હાથમાંથી મશાલ ખેંચી લીધી. નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાન પાસે એવી જીદ પકડી કે તેઓ ધરતી પર પાછા નહીં જાય. છેવટે જ્યારે ભગવાને વચન આપ્યુ કે નરસિંહને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે તેઓ મદદ કરવા આવી પહોંચશે ત્યારે નરસિંહ મહેતા પાછા ફર્યા. પણ આ મુલાકાત પછી એમનુ જીવન જ બદલાઇ ગયું.

  આશા છે કે આ વિચાર-વિસ્તાર તમને તમારા પ્રશ્નો ના ઉત્તર આપી શકશે.

  હેમંત

 7. prarthnamandir કહે છે:

  Thanks Hemant !
  મારું શબ્દ ભંડોળ વધારવાની અને ગુજરાતી સાહિત્યના વાંચનની જરુર છે મારે… !
  અને બે ફકરાને માત્ર બે લાઇનમાં વણી લેવાની કળાને સલામ !

 8. sonali કહે છે:

  દુશ્મન નથી તો શું છરો તો છરો છે
  મિત્ર ઘાલી જશે તો શું કરીશું

  VERY TRUE,I THINK UR EXPERIENCE IS REFLECTED IN UR WORDS

 9. Mehul Chauhan કહે છે:

  waah hemant bhai…this is excellent creation ….
  HATTS OFFFFFFF.
  mehul

 10. hvbhatt કહે છે:

  શબ્દ છે ત્યાં લગી મ્હાલીએ છીએ વ્હાલમ
  શબ્દ ખાલી થશે તો શું કરીશું

  very nice ghazal.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s