મારા વિશે

મારુ નામ હેમંત પુણેકર. મારો જન્મ અને ઉછેર વડોદરામાં થયો. શિક્ષણ વડોદરામાં થયું , તે પણ ગુજરાતી માધ્યમની શાળામાં. વ્યવસાયે Mechanical Engineer છું અને હાલ પુણે રહુ છું. (અને મારી અટકને સાર્થક કરી રહ્યો છું) જન્મે મરાઠી હોવા છતાં કાકાસાહેબ કાલેલકરની જેમજ સવાયો ગુજરાતી હોવામાં ગૌરવ અનુભવું છું.
ગુજરાતી કાવ્યો વાંચવાનો શોખ સાતમા-આંઠમા ધોરણથી હતો અને કૉલેજકાળમાં એ વધુ ગાઢ થયો. એજ સમયે કવિતા લખવાનું ચાલુ કર્યુ. આ બ્લોગ પરની મોટાભાગની રચનાઓ ૧૯૯૬ થી ૨૦૦૦ ના મારા એન્જીનીઅરીન્ગ ના વર્ષોમાં લખાયેલી છે.
હવે એટલી સહજતાથી કવિતા લખી શકતો નથી. એ વાત નો રંજ આ શબ્દો થઇ સ્ફુર્યો હતોઃ
બનાવવાથી તો એ કંઇ બનતી હશે?
જરૂરત પણ કદી કવિતાને જણતી હશે?
કવિતા એ અનુભવના આત્માને શબ્દરૂપી દેહ આપવાની કળા છે. હું દ્રઢપણે માનુ છું કે અનુભવ વગર શબ્દો જોડવાથી જોડકણા બને કવિતા નહીં.
મારા અનુભવોને મેં આપેલો શબ્દદેહ તમને કેવો લાગ્યો એ મને જરૂર જણાવશો.
-હેમંત પુણેકર
લ.તા. નવેમ્બર, ૨૦૦૬
********************
ગયા વર્ષે નવેમ્બરમાં મેં સ્વરચિત કાવ્યોનો બ્લૉગ ચાલુ કર્યો ત્યારે ઉપરનું લખાણ લખ્યું હતું. મને એમ હતું કે મારી જૂની અછાંદસ રચનાઓનો બ્લૉગ બનાવીશ. ત્યારબાદ ઘણી વાતો બદલાઈ. આજે બ્લૉગ પરની મોટાભાગની રચનાઓ નવી છે.
ગુજરાતી બ્લૉગ જગતને કારણે ઘણા વર્ષો પછી હું ગુજરાતી સાહિત્યના સંપર્કમાં આવ્યો. સારી કાવ્યકૃતિઓ સાથે સંપર્ક વધ્યો અને મારી સુષુપ્ત સર્જનશીલતા ફરીથી સળવળી. ફરીથી કવિતા લખાવાનું ચાલું થયું. ગઝલના પિંગળશાસ્ત્રની ઓળખાણ પણ મને બ્લૉગ જગતને કારણે જ થઈ. હવે આ બ્લૉગ પર જૂના અછાંદસ કાવ્યો અને નવી છંદબદ્ધ ગઝલો તમે વાંચી શકો છો.
હેમકાવ્યો છેલ્લા ૮-૯ મહિનાથી સક્રિય છે તે માટે તમામ બ્લૉગરો અને વાચકોનો આભારી છું. મોહમ્મ્દ અલી ભૈડુ “વફા”, ડૉ. વિવેક ટેલર, જુગલકિશોર વ્યાસ, હિમાંશુ ભટ્ટ અને ડૉ. રઈશ મનીઆર મારા માર્ગદર્શક રહ્યાં છે. એમનો ખાસ ઉલ્લેખ કરવાનો મોહ હું ટાળી શકતો નથી.
એક વાત કૉપી-રાઈટ્સ વિશે. આ બ્લૉગ ઉપરની કોઈ પણ કવિતાનું પુનઃમુદ્રણ કરવા માટે કવિ તરીકે મારા નામનો ઉલ્લેખ અનિવાર્ય છે. પુનઃમુદ્રણ અંગે મને સંપર્ક કરીને જણાવશો તો ખૂબ ગમશે.
હેમંત પુણેકર
hdpunekar@yahoo.co.in
+91 9921283485
લ.તા. ૧૫/૦૭/૦૭
41 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
hey nice one keep sending.
Comment by Vaibhav Gandhi — November 22, 2006 #
Welcome in the blog Jagat!
visit http://www.vijayshah.wordpress.com
Comment by vijayshah — November 27, 2006 #
આમચી મરાઠી માનુષ જ્યારે ગુજરાતીમાં આટલું સુંદર લખી શકે એ ગૌરવ લેવા જેવી વાત છે.
ગુજરાત અને મહારાષ્ટ્રનો સુમેળ છે.
ખુબ સારી વાત કહેવાય.
નીલા
[મુંબઈ]
Comment by Neela Kadakia — November 27, 2006 #
સાચી વાત છે , કવિતા એ અનુભવના આત્માને શબ્દરૂપી દેહ આપવાની કળા છે.
અમિત.
Comment by Amit pisavadiya — November 27, 2006 #
પહેલી જ વખત તમારો બ્લોગ જોયો. બહુ સરસ લખો છો તમે. પણ આમ લખતા અને પીરસતા રહેજો….
Comment by સુરેશ જાની — December 6, 2006 #
NICE. CONGRATULATIONS ! I SURPRISED TO SEE YR WEB. I DONT THINK ABOUOT IT. YOU REALY DONE VERY GOOD FOR GUJARATI LITERATURE.
Comment by UMESH RATHOD — December 15, 2006 #
very nice…bhasha ne koi …gnati k pradeshik simada nadta nathi…!!e vaat aape purvaar kari batavi…!!…weldone..!
Comment by chetu — December 21, 2006 #
હેમંત,
આપને “સપનાં નાં વાવેતર” ગમ્યું અને પ્રતિભાવ લખવા માટે આભાર. અત્રે ધ્યાન દોરવાનું કે આ મારું એકાંકી નાટક છે, કદાચ આપને નાટક ની વાર્તા ગમી એવું કહેવા માંગો છો.
Comment by રમેશ શાહ — December 25, 2006 #
हेमंत,
मुंबई मधे माझे खुप मराठी मित्र होते.आम्ही कधी कधी गुजराती किंवा मराठी मधे बोलायचो.
काल च मी लायब्ररी मधुन ‘साने गुरुजी’ वर एक पुस्तक घेउन आलो. ‘हेमकाव्यो’ वाचुन खुप
आनंद झाला. मी खुप वर्षा नंतर मराठी मधे लिहायचा प्रयत्न केला आहे. नव्या वर्षाची खुप शुभेच्छा.
ज़य.
Comment by bansinaad — December 31, 2006 #
Mr. Hemant,
I came across reading your “Ae Shun” poem on sarjansahiyaaru and just loved it. From there, I found your website and I can not tell you how much I enjoy reading your poems. Keep up the good work!
Comment by Sangita — January 13, 2007 #
હેમંત,
ખુબ સરસ…!
આપ મારા બ્લોગ પર આવ્યા અને આપના અભિપ્રાય આપ્યો… ઘણોજ આનંદ થયો…!
તમારો બ્લોગ ખુબ જ સરસ છે…!
મે પણ એમ એસ યુની માથી જ કોમ્યુટર એન્જીનીયરીંગ કર્યુ છે ૨૦૦૦ ની સાલમાં, ત્યાર બાદ લગભગ ૫ વરસ એન્જીનીયરીંગ કોલેજ માં લેકચરર તરીકે ફરજ બજાવી, માસ્ટર ઓફ ઇન્ફો ટેક ના અભ્યાસ માટે મેલબોર્ન આવ્યો છુ…!
ખુબ આગળ વધો તેવી આશા સાથે…
રાજીવ
Comment by રાજીવ — February 6, 2007 #
Hemant
You got some original thoughts. Keep on writing. http://ekvartalap.wordpress.com/
Comment by hvbhatt — February 18, 2007 #
send me an email sometime. Let’s connect on ghazals.
Comment by Himanshu — March 1, 2007 #
સરસ વિચાર અને સરસ બ્લોગ…
ભલે લાગે કે લખાતું નથી પહેલાં જેવુ..પણ લખતાં રહેશો…
take care.
કુણાલ
Comment by Kunal — March 23, 2007 #
good blog…………..i read ur lots poem today and past good keep it up bandhu
Comment by કસુંબલ રંગનો વૈભવ — March 25, 2007 #
Nice job. Write when ever you get a chance.
Comment by Dipika Mehta — April 30, 2007 #
writing pome is one of many way to know / pray allmight “THE SUPREM PERSONALITY” because pome is wordy form of our
most iner joyfull feeling of our own experience of nature”PRAKRITI” by our outer sences and iner as well, which is travel through heart and brain, that mean emmotion and inteligence
roosana ni had thee kaik aagad vadhi gayu chhe
maru ‘j’ haiyu mane aajanyu lage chhe
i like to know how to write in gujarati and creat a blogg
Subhash Patel Baroda,,,,,,,1st may o7
Comment by subhash — May 1, 2007 #
કોઈએ સાચુજ કહ્યુ છે.. “અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે” અને તમારા કહેવા પ્રમાણે “અનુભવ શ્રેષ્ઠ કવી છે”…..
પણ સાચેજ… તમે સરસ લખો છો…
Comment by deepak parmar — May 22, 2007 #
Hi hemant, can you please change my site link to http://www.urmisaagar.com ?
Thanks!!
Comment by ઊર્મિસાગર — June 26, 2007 #
આજે જ્યારે નેટ પર ઉંઝા-જોડણીનો પવન ફુંકાયો છે ત્યારે આપ આપના બ્લોગનાં હસ્તાંતરણ (ઉંઝાકરણ) થી બચી જશો તો આનંદ થશે
Comment by પંચમ શુક્લ — June 27, 2007 #
જોડણીદોશમાંથી મુક્ત થવા માટે આ લીન્ક જોવા વિનંતી. ઉંઝાજોડણીથી ગુજરાતીની મોટી સેવા થશે.
http://jjkishor.wordpress.com/2007/06/02/unjha-jodanini-payani-vat/
Comment by સુનીલ શાહ — July 19, 2007 #
how nice…engineers, doctors.. writing very good poems… congrets…keep it up…
Comment by Lata Hirani — August 7, 2007 #
i got you ..
Comment by Gaurav — September 26, 2007 #
Somehow I never clicked on the link attached with your name on the comments on other Gujarati blogs but today I did. I’m glad that I did that. Good good very good “લખાણ”. Keep them coming!
Comment by Rachit — October 15, 2007 #
felt nice to go through yr blog.
infect i visited pune recently.
keep it up.
Comment by KAVI — October 24, 2007 #
Hemant…..Congrats for your blog & wish you ALL THE BEST !
Please do visit my blog at>>>>
http://www.chandrapukar.wordpress.com .>>Chandravadan
Comment by CHANDRAVADAN MISTRY — June 29, 2008 #
I hope this email finds you well!
I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat .
I have started GujaratiBloggers.com (http://gujaratibloggers.com/blog/) – a community for the Bloggers from Gujarat .
I have started this community to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati.
I would like to post your profile on GujaratiBloggers, so that the community members can know what you have been blogging about and network with you.
I am sure you would like to be featured on GujaratiBloggers. So far more than 15 bloggers from Gujarat have featured on the community. Some of them are Jayantibhai Patel, Devanshi Joshi , Ashok Karania , Pancham Shukla , Ilaxi Patel and Avani Mehta .
Please send me the answers to the following questions along with a your photograph so that I can prepare a good write up about you.
The questions are:
1. Please write 5-8 lines about you, your education and your hobbies.
2. When did you start your first blog?
3. Why do you write blogs?
4. How blogs benefit you?
5. Which is your most successful blog?
6. Which is your most favorite blog?
7. Can I share your email id so that people can write to you? Y / N
Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.
It would be great if you could offer your suggestions for the improvement of this project.
Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.
Have a great day!
–
Tarun Patel
Comment by Tarun Patel — September 3, 2008 #
Enjoyed! Keep it up!
Comment by Gaurangi — October 26, 2008 #
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
Comment by KANTILAL KARSHALA — December 12, 2008 #
Very nice bold and poem hem..I am also new to start bog and still learning to operate blog..need guidence..Keep it up..
Comment by Dilip Gajjar — January 20, 2009 #
Nice.. I am from MAHUVA (Dist.Bhavnagar)-Gujarat.
You most welcome to our city and join in Pujya Moraribaapu’s “Sahitya Sangoshthi”..
-Deepak Joshi
Comment by Deepak Joshi — April 25, 2009 #
હેમંતભાઈ,
શું કહું? અતિ સુંદર બ્લોગ છે. ઠેર ઠેર મૌલિકતા છલકે છે. ઘણીખરી રચનાઓ તો આજે જ માણી લીધી છે. બાકીની કાલ સુધીમાં પૂરી થઈ જશે. ખૂબ ખૂબ અભિનંદન.
Comment by યશવંત ઠક્કર — April 27, 2009 #
એક સપનું હતું કે વડોદરામાં રહેવું. 1980 થી રહું છું ને હવે અહીં જ વાર્તા પૂરી કરવાની છે. મળતા રહીશું.
Comment by યશવંત ઠક્કર — April 27, 2009 #
હેમત ભાઈ
સૌ પ્રથમ તો આપનું ગુજરાતી બ્લોગ જગતમાં ઉષ્મા ભર્યું સ્વાગત ! આપ મરાઠી હોવા છતાં ગુજરાતી સરસ લખો છો તે જાણી વિશેષ આનંદ. કાશ આવી જ સમજ રાજ ઠાકરેમાં આવે અને દેશના તમામ લોકોને એક જ નજર વડે જોઈ શકે !
આપની અનૂકુળતાએ મારા બ્લોગની પણ મુલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું તો જરૂર મુલાકાત લેવાનું રાખશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો. આભાર્
મારા બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com
સ-સ્નેહ
અરવિંદ
Comment by arvindadalja — June 7, 2009 #
abhinandan..
tamara blog ni mulakat thai,saru lagyu.
hun pan poona ma j rahu chhu.
kadach koikvar malvanu thashe.
thanks..
Comment by urvashi parekh — July 5, 2009 #
Very good creations. Keep it up. Nice to come accross through your blog
Comment by Tejas Shah — July 14, 2009 #
are mane nahoti khabar ke tame gujrati ma aatlu sundar lakhi shako cho..mane chand sikhdavsho..??
neetakotecha.1968@gmail.com
Comment by neetakotecha — August 15, 2009 #
excellent creation nice blog i have gone through each and every article ,really heart touching please keep it up .You are really doing very good work for Gujarati Literature
congratulations to you
Comment by હિતેશભાઇ જોશી — September 15, 2009 #
Very Good…
આજે જ તમારો બ્લોગ દયાનમાં આવ્યો,ખરેખર તમે સવાયા ગુજરાતી છો!…
તમારી આ કલમ ની સર્જનયાત્રા અવિરત ચાલતિ રહે અને અમને સરસ અને સુંદર રચનાઓ આપ સદા આપતા રહો, તેવી અંતરની શુભેચ્છા!!
http://pravinshrimali.wordpress.com
http://kalamprasadi.wordpress.com
Comment by પ્રવિણ કે.શ્રીમાળી — September 15, 2009 #
Dear Hemant,
Keep blogging. This is blog is like a tonic for me. I really admire your creativity. keep in touch.
Nirav.
Comment by nirav sheth — September 25, 2009 #
આપનો બ્લોગ ગમે છે . મારા બ્લોગની મુલાકાત લેવા વિંનતી. .
http://palji.wordpress.com
Comment by haresh kanani — September 27, 2009 #