એ રીતે રોજ મન મારી હવે થાકી ગયો છું હું
તને જીતાડવા હારી હવે થાકી ગયો છું હું
કદી વારું, કદી ડારું, કદી પુચકારું, ફટકારું
આ મન ઊપર મગજ મારી હવે થાકી ગયો છું હું
રુદનને ઊગતું ડામો, અધર પર સ્મિત ફરકાવો
આ રોજેરોજ અદાકારી, હવે થાકી ગયો છું હું
બધા તકલાદી સંબંધોની તકવાદી ગણતરીમાં
સતત રાખી તકેદારી હવે થાકી ગયો છું હું
તમારી સાથે ગાળેલી એ હળવીફૂલ સાંજોના
સ્મરણનો ભાર વેંઢારી હવે થાકી ગયો છું હું
- હેમંત પુણેકર
છંદઃ- લગાગાગા X ૪

aa sher khubaj gamyo…
રુદનને ઊગતું ડામો, અધર પર સ્મિત ફરકાવો
આ રોજેરોજ અદાકારી, હવે થાકી ગયો છું હું
Pan “HemmatPanu” gazal ma missing lagyu
તમારી સાથે ગાળેલી એ હળવીફૂલ સાંજોના
સ્મરણનો ભાર વેંઢારી હવે થાકી ગયો છું હું
ye kuchh baat bani…. vaaahhhh
lata hirani
Very nice Hemant
ગઝલની રીતે મજાની પણ મને ન ગમી… તમારા જેવા મજાના ગઝલકાર થાકી જાય એ કેમ ચાલે? ( just kidding!!!)
જે હળવીફૂલ સાંજો સ્મરણ તરીકે બોજ બનીને રહી જાય એ સાંજ કેટલી કાળી હશે !!!
સરસ ભાવ……કાફિયા પણ સરસ….
-અભિનંદન મિત્ર….
http://www.drmahesh.rawal.us
બધા તકલાદી સંબંધોની તકવાદી ગણતરીમાં
સતત રાખી તકેદારી હવે થાકી ગયો છું હું
KHub sunder gazal..enjoyed.
રુદનને ઊગતું ડામો, અધર પર સ્મિત ફરકાવો
આ રોજેરોજ અદાકારી, હવે થાકી ગયો છું હું…
વાહ!
તમામ શેર ગમ્યા. ઘણીવાર આવું અનુભવાતું હોય છે.
ok hemant is not here
તમારી સાથે ગાળેલી એ હળવીફૂલ સાંજોના
સ્મરણનો ભાર વેંઢારી હવે થાકી ગયો છું હું.
હળવું અને ભારેનો સરસ વિરોધાભાસ …
તમારી સાથે ગાળેલી એ હળવીફૂલ સાંજોના
સ્મરણનો ભાર વેંઢારી હવે થાકી ગયો છું હું.
હળવું અને ભારેનો સરસ વિરોધાભાસ …
Repl