સમજી શકું છું
August 9, 2009 at 3:40 pm | In ગઝલ | 23 Commentsદુઃખીને, ન્યાલને, સમજી શકું છું
સમયની ચાલને સમજી શકું છું
અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ?
તમારી ઢાલને સમજી શકું છું
અધર અડવા જતા સામા મળેલા
ગુલાબી ગાલને સમજી શકું છું
ફૂંટી નીકળ્યો છે પાંપણમાં અનાયાસ
નકામા ફાલને સમજી શકું છું
બધે હોવા છતાં ક્યાંયે ન હોવું
હવાના હાલને સમજી શકું છું
-હેમંત
છંદવિધાનઃ લગાગાગા લગાગાગા લગાગા
23 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
aafreen !!
અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ?
તમારી ઢાલને સમજી શકું છું
અધર અડવા જતા સામા મળેલા
ગુલાબી ગાલને સમજી શકું છું
ફૂંટી નીકળ્યો છે પાંપણમાં અનાયાસ
નકામા ફાલને સમજી શકું છું
aa 3 sher to waah !! khayaal je rite raju thaya chhe !!
dher saari daad qabool karein is baar to !! bahot khoob hemantbhai …
Comment by કુણાલ — August 9, 2009 #
અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ?
તમારી ઢાલને સમજી શકું છું
Saras.
Comment by SV — August 9, 2009 #
very nice , heartly congrartulations.
Comment by navin shah — August 9, 2009 #
બધે હોવા છતાં ક્યાંયે ન હોવું
હવાના હાલને સમજી શકું છું…
bahot khub,hemantbhai….
Comment by devika — August 9, 2009 #
આંસુની ઢાલ, વાહ ક્યા બાત હૈ!
આ એક વાત સમજી શકાઈ તો (લગ્ન) જીવન સફળ!
Comment by વિનય ખત્રી — August 9, 2009 #
‘અધર અડવા જતા સામા મળેલા
ગુલાબી ગાલને સમજી શકું છું.’
હાથમાં આવેલો હીરો છટકી જાય તો કેટલું દુઃખ થાય?
ગાલ ઢાલ બનીને અધરને બદલે આવે તો શું ન થાય?
અને છતાં યે એ પહાડ સમા દુઃખ સામે આ સમજદારી?
માનવી ને કવિમાં આટલો જ ફરક છે,ઓ દુનિયાદારી!
Comment by શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ — August 9, 2009 #
બધે હોવા છતાં ક્યાંયે ન હોવું
હવાના હાલને સમજી શકું છું…
Superb!
Comment by vijayshah — August 9, 2009 #
બધે હોવા છતાં ક્યાંયે ન હોવું
હવાના હાલને સમજી શકું છું
Umda Sher!
Comment by Sangita — August 9, 2009 #
વાહ..
સરસ ગઝલ. લગભગ બધા જ શેર સારા થયા છે. અભિનંદન દોસ્ત.
Comment by સુનીલ શાહ — August 9, 2009 #
વાહ!
હેમંતભાઈ સમજની આ અભિવ્યક્તિ કેળવવા જેવી ખરી હો……!
સરસ.
Comment by ડૉ.મહેશ રાવલ — August 9, 2009 #
Very nicw gazal.All she’rs are very good.Kamal kar diya.
Sapana
Comment by sapana — August 10, 2009 #
wah…bahu j saras..shu samjan shakti che.badha ne aavi samjan mali jay to jivan ketlu saral bani jay…
aatli sundar gazal pachi,
amaari wah wah male,
enu karan pan samji j sako cho ne??
regards.
sneha-akshitarak
Comment by snehaakshat — August 10, 2009 #
Khub sunder.
Comment by Sush — August 10, 2009 #
એક થી એક ચઢીયાતા શેર લખ્યા છે મિત્ર… આખીજ નખશીખ સુંદર… ભાવવાહી રચના…!
Comment by રાજીવ ગોહેલ — August 10, 2009 #
અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ?
તમારી ઢાલને સમજી શકું છું
afreen…. just awsome… anshu ni dhaal? wah… mari pa6e shabdo nathi…hemantbhai tamara vakhan karava mate…
Comment by deepak — August 10, 2009 #
અદભુત ગઝલ.. પાંપણવાળા શેરને બાદ કરતાં બાકીના તમામ શેર કાબિલે-દાદ થયા છે.
વાહ… વાહ… દોસ્ત… મજા આવી ગઈ !
Comment by વિવેક ટેલર — August 10, 2009 #
ફરી ફરીને આ ગઝલ વાંચું છું અને વાંચું છું એટલી વધારે ગમતી જાય છે…
Comment by વિવેક ટેલર — August 10, 2009 #
હેમંતી સ્પર્શ !
Comment by jjkishor — August 10, 2009 #
પાંપણ વાળા શેર સિવાય બધા શેર આશિક-માશુકાના ગુલાબી અંદાજવાળા અને તરત સમજાય એવા થયા છે. હેમંતી છટાથી શયદાયુગની ગઝલોનું નવા કલેવરમાં પુનઃ અવતરણ થતું હોય એવું અનુભવાય છે.
Comment by Pancham Shukla — August 13, 2009 #
વારંવાર માણવા જેવી ગઝલ.સતત અનોખું અનોખું રચવાના તમારા પ્રયાસો દાદને પાત્ર છે. બ્લોગજગતમાં તમારું આગવું સ્થાન છે. એ સ્થાન જેની હરકોઈને મુલાકાત લેવાનું ગમે. ધન્યવાદ.
Comment by યશવંત ઠક્કર — August 15, 2009 #
saras gazal.
sapana
Comment by sapana — August 30, 2009 #
nice ghazal like everyone else i enjoyed it also.
meet me @http://himanshupatel555.wordpress.com
thank you hemantbhai.
Comment by himanshupatel555 — September 6, 2009 #
દુઃખીને, ન્યાલને, સમજી શકું છું
સમયની ચાલને સમજી શકું છું
બહુ જ સમજ વાળી વાત કરી છે. – સુંદર
Comment by દિનકર ભટ્ટ — November 2, 2009 #