પ્રણયભીની યાદો…
July 12, 2009 at 1:35 pm | In ગઝલ | 22 Commentsપ્રણયભીની યાદો લહર થઈ ગઈ છે
અગન અન્ય સૌ બેઅસર થઈ ગઈ છે
વિરહનો તણાવ આ સમય પર પણ આવ્યો
કે એકેક પળ એક પ્રહર થઈ ગઈ છે
મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે
મને જોઈને ફૂલ જેવું હસો છો
તો મારીયે વૃત્તિ ભ્રમર થઈ ગઈ છે
કવન ક્યાં છે? આ તો પ્રણયઊર્મિઓ છે
અનાયાસ જે માપસર થઈ ગઈ છે
કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
- હેમંત
છંદવિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા
માપસર –> છંદમાં હોવું
કવન –> કાવ્ય
22 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
ભઈ વાહ..
સરસ ગઝલ.
પ્રત્યેક શેર કાબિલેદાદ છે અભિનંદન.
મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે
મને જોઈને ફૂલ જેવું હસો છો
તો મારીયે વૃત્તિ ભ્રમર થઈ ગઈ છે
આ શેર વિશેષ ગમ્યા.
Comment by સુનિલ શાહ — July 12, 2009 #
Nice ghazal, thanks for sharing.
Comment by SV — July 12, 2009 #
Nice!
કવન ક્યાં છે આ તો પ્રણયઊર્મિઓ છે
અનાયાસ જે માપસર થઈ ગઈ છે
Comment by Sangita — July 12, 2009 #
darek gazal ek unchaai prapt karti jaaya chhe.
abhinandan
Jay Gurjari
Chetan
Comment by Chetan Framewala — July 12, 2009 #
saras, hemantbhai,
milan pan apnu,ane, mane joi phool jevu haso chho,
ane koi dad aape na aape,
aa khub gamyu.
thanks.
Comment by urvashi parekh — July 12, 2009 #
bahot khoob hemantbhai…
badha j asha’aar khub majaanaa banya chhe…
કવન ક્યાં છે? આ તો પ્રણયઊર્મિઓ છે
અનાયાસ જે માપસર થઈ ગઈ છે
aa sher khas gamyo…
Comment by કુણાલ — July 13, 2009 #
wah… aakhi gazal khubas saras thaee 6e..
મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે
– pan, aa sher aakhi gazal ne ek aalagaz uchchai aape 6e…
Comment by ”દીપ” — July 13, 2009 #
મઝાની ગઝલ છે હેમંતભાઈ. ક્લાસીક્લ બાનીવાળી તમારી ગઝલો અસલના જમાનાના શાયરોની યાદ તાજી કરાવી જાય છે.
Comment by પંચમ શુક્લ — July 13, 2009 #
કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
ખુબ ખુબ સરસ…..
Comment by devikadhruva — July 13, 2009 #
આખી ગઝલ સરસ જ છે પણ ’ગુપ્તચર’ શબ્દને આટલો કાવ્યમય બનાવીને કમાલ કરી હેમંતભાઇ!
Comment by kirankumar7 — July 13, 2009 #
આભાર કિરણભાઈ!
આમ જુઓ તો હવા ગુપ્તચર (ગુપ્ત રીતે ફરનારી) જ હોય છે, નહીં?
હેમંત
Comment by હેમંત પુણેકર — July 13, 2009 #
સરસ ગઝલ થઈ છે હેમંતભાઈ….અભિનંદન.
Comment by ડો.મહેશ રાવલ — July 13, 2009 #
very nice gazal with jandar makta
tamw smit aapyu kadar thai gai chhe..
Comment by Dilip Gajjar — July 14, 2009 #
કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
વાહ! સરસ
Comment by Tejas Shah — July 15, 2009 #
સાધુ, સાધુ, હેમંત !!
ઘણા સમયથી તમારા બ્લોગની મુલાકાત લઈ નહીં શકાયાનું દુઃખ –
મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે
આ શેરજીએ દુર કરી દીધું !!
અન્ આયાસ માપસર વહી નીકળતી પ્રણયોર્મીઓને તો તમે જ અભીવ્યક્ત કરી શકો ! આને તો હું હેમંતશાહી જ કહીશ. આ શેર એક અનોખી છટા લઈને આવ્યો છે.
આખી ગઝલને અંતરમાં ઝંકૃત થતી અનુભવાઈ.
Comment by jjugalkishor — July 16, 2009 #
મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે
મિલનની વ્યાપકતાની ખુબ અસરદાર રજૂઆત … મિલન થાય ત્યાં હવા હોય એમ નહીં પણ હવા જ્યાં હોય ત્યાં બધે જ મિલન એમ ગણીએ તો ?
વળી,
કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
ખુબ સરસ શેર.
Comment by દક્ષેશ કોન્ટ્રાકટર — July 20, 2009 #
કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
saras mapsar gazal thi gai.
Sapana
Comment by sapana — July 22, 2009 #
ભૈ વાહ !
અદભુત ગઝલ
visit my blog & leave your valuable comment
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
Comment by Mayur — August 3, 2009 #
વાહ દોસ્ત… વાહ !
શું ગઝલ કહી છે ! જેમ જેમ ગઝલ આગળ વધે છે, શેર વધુ ને વધુ ધારદાર થતા જાય છે… અદભુતથી વધુ મોટો કોઈ શબ્દ જડતો નથી આ ગઝલની પ્રસંશા કરવા માટે…
કમાલ કરી છે !
Comment by વિવેક ટેલર — August 10, 2009 #
તમારી જ કવિતાઓની લિન્ક ‘લયસ્તરો’ પર ‘કવિ ડૉટ કોમ’ પોસ્ટ પર મૂકવાની રહી ગઈ હતી… ક્ષમાયાચના સાથે એને યોગ્ય સ્થાને મૂકી દઉં છું:
http://layastaro.com/?p=2505
Comment by વિવેક ટેલર — August 10, 2009 #
કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
તમારી અભિવક્તિ બહુજ સરસ અને છંદબધ્ધતો છે જ…સુદર
Comment by દિનકર ભટ્ટ — October 13, 2009 #
હેમંતભાઈ.
આ તમારી ગઝલ માટેની ધીરજ.ખંત અને લગનનું પરિણામ છે. મિત્રોની હા માં હા મિલાવવી જ રહી!
Comment by યશવંત ઠક્કર — November 10, 2009 #