લલગાગા લલગાગા
June 7, 2009 at 11:40 am | In ગઝલ | 18 Commentsઆ વિશ્વના લયનું લલગાગા લલગાગા
સ્પંદન છે હૃદયનું લલગાગા લલગાગા
નક્ષત્ર, ગ્રહો, સૂર્ય, શશી – શબ્દ ગગનનાં
ને અસ્ત-ઉદયનું લલગાગા લલગાગા
ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
ખળખળવું સમયનું લલગાગા લલગાગા
તૂટતો રહે, જોડાતો રહે દૃષ્ટિનો સેતુ
ભય મિશ્ર પ્રણયનું લલગાગા લલગાગા
આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા
યાદોના ભરાવાનો આ કાગળ પર ઉતારો
સંચય અને વ્યયનું લલગાગા લલગાગા
શબ્દોથી બને પંક્તિ, તૂટે પંક્તિથી શબ્દો
સર્જન ને વિલયનું લલગાગા લલગાગા
મુજ મૌનનું ઐશ્વર્ય બન્યું શબ્દનો વૈભવ
સંધાન ઉભયનું લલગાગા લલગાગા
“હેમંત” રદિફ, કાફિયા રમતા રહે મનમાં
બાકીના વિષયનું લલગાગા લલગાગા
- હેમંત
18 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
આજે એક અલગ જ રદીફ – “લલગાગા લલગાગા” સાથે લખાયેલી ગઝલ પોસ્ટ કરું છું. રદીફ જ એવો છે કે (ખાસ તો છંદોથી અજાણ મિત્રો માટે) થોડીક પ્રસ્તાવના આપવી જરૂરી છે.
કોઈ અક્ષરના ઉચ્ચાર માટે લાગતાં સમયના આધારે એનું વજન લઘુ (લ) અથવા ગુરુ (ગા)એમ નક્કી થાય છે. લઘુ-ગુરુની ચોક્કસ સંરચના વાપરીએ તો લખાણ છંદમાં છે એમ કહેવાય. હવે આ નીચેની પંક્તિ એક શ્વાસે વાંચો (ખાલી જ્ગ્યા હોય ત્યાં થોડોક વિરામ આપો)
ગાગા લલગાગા લલગાગા લલગાગા
આ પઠન જો પાંચ છ વાર કરશો તો એક લય/ધૂન/ટ્યુન બની હોવાનું જણાશે. જેમ કે આપણે કોઈ ગીત ગણગણતાં હોઈએ એવું લાગશે. બસ આ લયબદ્ધતા જ છંદબદ્ધ કાવ્યોનો પ્રાણ છે.
જે છંદનું ઉદાહરણ મેં લીધું એ થોડો અઘરો છંદ ગણાય છે અને એમાં ગઝલ લખવાની ઈચ્છા હતી. રઈશભાઈએ એની સરસ ટેકનીક શીખવાડી કે આ લય મનમાં સતત ચાલતો રહે તો શબ્દો આપોઆપ એ લયમાં પકડાઈને આવે અને ગઝલ લખવું સહેલું થઈ જાય. શું લખવું એ નક્કી નહોતું પણ એક વાત મનમાં ઘોળાતી હતી કે જે ક્રમિકતા છંદોમાં છે એવી જ ક્રમિકતા જીવનમાં પણ જોવા મળે છે. બસ “લલગાગા લલગાગા” એ ક્રમિકતા સૂચક રદીફ બની ગયો અને આ પંક્તિઓ સ્ફૂરી.
પછી જીવનમાં દેખાતી અનેક ક્રમિકતાઓ ના રંગ આ ગઝલમાં ઊમટ્યાં.
Comment by હેમંત પુણેકર — June 7, 2009 #
Hemant
It was good to see your ghazal after a long time. I loved the following two shers a lot.
આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા
“હેમંત” રદિફ, કાફિયા રમતા રહે મનમાં
બાકીના વિષયનું લલગાગા લલગાગા
This meter reminds me of the beautiful song from Nikah – beete hue lamaho ki kasak saath to hogi …
Comment by Himanshu Bhatt — June 7, 2009 #
સુંદર રચનાત્મક પ્રયોગ.
શબ્દોથી બને પંક્તિ, તૂટે પંક્તિથી શબ્દો
સર્જન ને વિલયનું લલગાગા લલગાગા
ઉલા-મિસરામાં શબ્દો અને પંક્તિના પુનરાવર્તનથી જે વાત રજૂ કરવી છે એ સુપેરે પામી શકાય છે.
Comment by Pancham Shukla — June 7, 2009 #
ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
ખળખળવું સમયનું લલગાગા લલગાગા
kharekhar majaa aavi
Comment by KAVI — June 7, 2009 #
સુંદર પ્રયોગ અને સરસ રચનાઓ.
મને છંદની ગતાગમ પડતી નથી પણ શિખવું જરૂર છે. જનાબ રઈશ મણિયારનુ પુસ્તક અહિં શોધું છું પણ મળતું નથી. પ્ર્કાશકનું નામ અને સરનામુ મને મોકલાવવા કૃપા કરશો. રઈશભાઈ ન્યુ જર્સી આવ્યા ત્યારે એઓએ બધા પુસ્તકો વહેંચી દીધેલ અને હું બાકી રહી ગયેલ.
હું પણ કવિતાઓ લખું છું અને આજે જ કવેશ્વર ડો વિવિકભાઈ ટેલરે (લયસ્તરો) મારી એક કવિતા માટે કોમેંટ કરી એટલે ધન્ય ધન્ય થઈ ગયો. જાણે મોટું ઈનામ મળી ગયું. આપ ડો. વિવેક, ઊર્મિબેનને વાંચી વાંચી માણ્યા છે.
હા મારી વાર્તાઓ ઠીક્ ઠીક હોય છે બાકી કવિતાઓમાં/ગઝલોમાં છંદ વગર નકામું !
સમય કાઢી મારા બ્લોગ્સની મુલાકાતે પધારશો.
Comment by Natver Mehta — June 7, 2009 #
સરસ..પ્રયોગશીલ રચના.. બધા જ શેર ગમી ગયા. અભિનંદન
Comment by સુનિલ શાહ — June 7, 2009 #
Hemant,
Very nice and unique ghazal, as usual!
Comment by Sangita — June 7, 2009 #
Hemantbhai,
sarsa gazal.
તૂટતો રહે, જોડાતો રહે દૃષ્ટિનો સેતુ
ભય મિશ્ર પ્રણયનું લલગાગા લલગાગા
aa panktio khub gami.
sapana
Comment by sapana — June 7, 2009 #
વાહ હેમંત… ખુબ જ સુંદર..
Comment by રાજીવ ગોહેલ — June 8, 2009 #
ખુબ જ સુંદર.
સુંદર રચનાત્મક પ્રયોગ.
Comment by Tejas Shah — June 8, 2009 #
સુંદર રચના….
Comment by વિવેક ટેલર — June 8, 2009 #
આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા
મુજ મૌનનું ઐશ્વર્ય બન્યું શબ્દનો વૈભવ
સંધાન ઉભયનું લલગાગા લલગાગા
v.nice.
v. innovative a differnt raddif !!
Comment by Pinki — June 8, 2009 #
ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
ખળખળવું સમયનું લલગાગા લલગાગા
વાહ… મારે પણ એજ કહેવુ કે લગે રહો.. લગે રહો.. એટલે કે.. લલગાગા.. લલગાગા.
Comment by deepak — June 8, 2009 #
સુંદર, ખુબ સુંદર રચનાઓ, કંઇક જુદુંજ.
Comment by razia — June 9, 2009 #
vaah,
ghaNo samay net thi dooor hato, lage Chhe ghaNu miss thayu chhe.
Jay gurjary,
Chetan
Comment by Chetan Framewala — July 12, 2009 #
rachna ghani j saras chhe.
badhi j pankti o saras chhe.
abhar.
Comment by urvashi parekh — July 13, 2009 #
sunder rachana.mane tamaro bog khub gamyo.
sapana.
Comment by sapana — July 22, 2009 #
sorry!!!!blog!!
Sapana
Comment by sapana — July 22, 2009 #