ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
April 16, 2009 at 3:59 pm | In ગઝલ | 18 Commentsક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો
Do not copy this
કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એનું ખ્વાબ આપો
give link to this page if needed
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુ ભીનો હિસાબ આપો
give link to this page if needed
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો
Do not copy this
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો!
give link to this page if needed
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
Do not copy this
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો
give link to this page if needed
- હેમંત
છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
18 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
Beautiful! Very nice ghazal.
Bahu Divas pachhi aapi, paN Khub Sundar Ghazal Aapi!
Comment by Sangita — April 18, 2009 #
આપ પણ આવી સુંદર રચના વારંવાર આપો..!!
Comment by chetu — April 18, 2009 #
સરસ મઝાની રચના થઈ છે. કોના માટે આ લખાણી???
Comment by Chirag Patel — April 18, 2009 #
વાહ હેમંતભાઈ!
સુંદર ગઝલ-હંમેશની જેમ જ…..
-અભિનંદન
Comment by ડો.મહેશ રાવલ — April 18, 2009 #
ખૂબ સરસ ગઝલ.
ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો..પંક્તિ વધુ ગમી.
Comment by Heena Parekh — April 18, 2009 #
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
are vah gazalma hazal pan aapo
Comment by Lata Hirani — April 18, 2009 #
હેમંતભાઈ, કાયમ કરતાં થોડી હળવા મિજાજની મજાની ગઝલ …
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુ ભીનો હિસાબ આપો
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો!
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
Comment by કુણાલ — April 18, 2009 #
sunder gazal enjoyed..
Comment by Dilip Gajjar — April 18, 2009 #
વધુ એક સુંદર ગઝલ..
બધા જ શેર ગમ્યા. અભિનંદન.
Comment by સુનિલ શાહ — April 19, 2009 #
સુંદર ગઝલ. મત્લાનો શેર ગમ્યો.
ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો
Comment by દક્ષેશ — April 20, 2009 #
વાહ ..સુંદર ગઝલ
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
આ શેર ગમ્યો.
Comment by deepak parmar — April 20, 2009 #
Nice one………
Pan
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
Like this…. we are habituated by your AFATABI gazals…..n this one is like TARA……
Comment by manish Shastri — April 25, 2009 #
હેમંતભાઈ, સમગ્ર ગઝલ માણવા લાયક છે. રજૂઆત અનોખી છે. એથી વારંવાર વાંચવી ગમે એવી છે.
Comment by યશવંત ઠક્કર — April 27, 2009 #
Very beautifully said kavita…really enjoyed it!
Comment by Hina Patel — April 29, 2009 #
અસલ મિજાજની અવલ ગઝલ.
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો!
Comment by Pancham Shukla — May 19, 2009 #
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો!
kya baat hai wah wah!
Comment by jayeshupadhyaya — May 25, 2009 #
kya khucchu ke. poolsab aapo pool ek aapo panh gulab aapo
Comment by jafarvadsariya — June 9, 2009 #
Naandaan saaheb no sher yaad aave Che.
aa baag maa hak maaro ye Che.
bIju kai nahI ek vaasi Gulaab to aapo.
Comment by Chetan Framewala — July 12, 2009 #