ઊપડતી જીભ અટકે છે…

September 20, 2008 at 10:46 pm | In ગઝલ | 28 Comments
Tags:

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

- હેમંત

28 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. Kyaa baat hai! All shers are very good.

    LIked these two shers more.

    ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
    તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

    સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
    બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

  2. વાહ વાહ. એક એકથી ચઢિયાતી પંક્તિઓ. ખૂબ જ સરસ.

  3. ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
    તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

    વાહ હેમંત… મજાની ગઝલ છે… બધા જ શેર સુંદર થયા છે…. છેલ્લા ત્રણ વધુ ગમ્યા.

    અભિનંદન દોસ્ત !

  4. nice one hemant

  5. નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
    ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

    - સરસ !

  6. Wah Hemant! Very very nice ghazal!

  7. હેમંતભાઈ!
    સુંદર ગઝલ-મજા આવી…..
    હું અમેરિકા આવ્યો એ પહેલાં જૂન/૦૮ માં સુરત ગયેલો.
    સાહિત્ય સંગમ અને નર્મદ સભાનાં ઉપક્રમે,ડો.મહેશ રાવલ સાથે એક સાંજ-નામે,મારો કાર્યક્રમ યોજાયેલો,ત્યારે
    શ્રી રઈશભાઈ,નયન દેસાઈ,ડો.વિવેકભાઈ,ગૌરાંગ ઠાકર,જનક નાયક અને સુનિલ શાહ
    વિ.ને મળવાનો અને એમની સહૃદયતા અને આતિથ્ય માણવાનો મને ય અવસર મળ્યો’તો.
    એ વીડીઓ,www.google video.com પર ઉપલબ્ધ છે.

  8. Dear Hemant,

    Very beautiful and meaningful gazal…! I like all the sher eqaully… All have same potential…! I hope someday I can also write something as beautiful as this.

    Congratulations.

    Take care.

    Rajiv

  9. sundar …..

    ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
    તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

    સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
    બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

    નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
    ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

    ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
    તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

    nice shers ……!!

  10. બહુજ સુંદર ગઝલ,

    ગયા રવિવારે , નવી મુંબઈ માં યોજાયેલ બહુભાષીય કાવ્ય સંધ્યામાં હીન્દી કવિ હસ્તીમલ ‘હસ્તી” સાથે સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો .

    આપ્ની ગઝલનો મત્લા જેવોજ એમ્ની પ્રસિદ્ધ ગઝલ માણવા મળી

    ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
    પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

    प्यार का पहेला खत पढनेमें वक्त तो लगता है .
    नये परींदोंको ऊडनेमें वक्त तो लगता है.

    jay gurjarI,
    Chetan Framewala

  11. Nice one

    Thnx for sending the same

    Hemang

  12. ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
    તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

    સુદર શેર..સરસ ગઝલ.
    તમારા મુખે સાંભળવાની મઝા આવેલી, ફરી વાંચવા મળ્યાનો આનંદ.

  13. ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
    તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

    નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
    ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

    હેમંતભાઈ, તમને ઘણા સમયે મળવાનું થયુ, પણ આજની આ ગઝલના આ બે શેર તો શેર લોહી ચડાવી દે એવા છે !! તમને ધન્યવાદ માટે શબ્દો હાથવગા રહ્યા નથી !

    ભીંત અને દ્વારની વાત તો મનને બહુ જ ગમી ગઈ. એની વ્યંજના મન ઝંકૃત કરી દેનારી છે.

  14. Suparb,Mind blowing,Very touchy.Loved it.

  15. હેમંત સુરત આવ્યા યોગાનુયોગે એ દિવસે જ એક મુશાયરો હતો. મને કહેવા દો કે એ દિવસે રજૂઓ થયેલા તમામ નામી અનામી કવીઓમાં એમની ગઝલ શ્રેષ્ઠ હતી. ગઝલની દુનિયામાં મક્કાનુ સ્થાન ધરાવતા સુરતમાં એમણે પોતાના ઉજ્જવળ ભવિષ્યની એંધાણી આપી દીધી.

  16. ખૂબ સરસ, બધં જ શેર સરસ છે અને તાજગી તો તમારી ગઝલમાં હોય જ છે..

  17. નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
    ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

    અદભૂત શેર હેમંતભાઈ … !! વાહ …

  18. Very nice…

  19. સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
    બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

    ખરી વાત હેમંતભાઇ શ્રેષ્ઠ પછીનું બધુંજ ફીકુંજ હોય છે

  20. congrats for one more nice gazal..

  21. ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
    તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

    positive thinking ની સીમા સુધી લઈ ગયા … ખૂબ સુંદર
    સાથે સાથે

    નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
    ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

    અકથ્ય સંવેદનોને હળવાશથી વ્યક્ત કરવાની નિરાળી રીત …ખૂબ ગમ્યું.

  22. This is wonderful Hemantbhai !!

  23. Happy Diwali.
    Happy New Year.

  24. superb

  25. nakhsikh sundar gazal hemantbhai wish u all the best

  26. સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
    બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

    very nice,
    hemantbhai,
    thanks and regards//
    devendra soni

  27. nice one

  28. મિત્ર હેમંત,
    ફરી ફરીને માણવી ગમે એવી ગઝલ છે. તમારી મહેનત અને ખંતને ધન્ય છે. મને લાગે છે કે તમે તમારી જ સાથે હરીફાઈ કરી રહ્યા છો.


Leave a comment

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.