સ્વયંની શોધ
July 26, 2008 at 5:28 pm | In ગઝલ | 27 Commentsજાણીશ કેમ જગને જો વિસ્મય નહીં કરે?
જાણીશ જાતને જો તું સંશય નહીં કરે
તું તારવી લે તર્કથી વૈફલ્ય તર્કનું
બુદ્ધિ પછી પ્રવાસમાં વ્યત્યય નહીં કરે
શ્રદ્ધાથી મળતા શબ્દને તું આચરણમાં મૂક
શબ્દો શું કામના જો તું પ્રત્યય નહીં કરે
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
- હેમંત
છંદ-વિધાનઃ ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
થોડાંક શબ્દાર્થઃ
પ્રત્યય – જાત-અનુભવ
વૈફલ્ય – વિફળતા, નિરર્થકતા
વ્યત્યય – રૂકાવટ
27 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
સુંદર ગઝલ. મક્તાનો શેર ઠેઠ ભીતર સુધી અડી ગયો. પ્રત્યયનો આ અર્થ આજે જ જાણ્યો. આભાર કહેવું પડશે કે?
Comment by વિવેક ટેલર — July 26, 2008 #
ચાર સુંદર શેર…અર્થ આપ્યા તે સારું કર્યું. આભાર
Comment by સુનીલ શાહ — July 26, 2008 #
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
very nice. Sundar abhivyakti.
Comment by વિશ્વદીપ બારડ — July 26, 2008 #
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
દ્રષ્ટી જાગી, હેમંત. હવે, બસ આગળ વધો.
Comment by Chirag Patel — July 26, 2008 #
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
maja padi gai vachi ne….. mahabharat ma shrikrina ne arjun ne દિવ્યદૃષ્ટિ aapvi padi hati.. pachi sachu darsan thayu…. aatyare aap kahu em jagad vani jarur che… યુદ્ધ to chulu che…
school na divaso yaad avi gaya…
ek vat yaad che jare aap e kahiyu hatu ke bije divase bakru avine rope khai jay to pachi vava no matlab nathi..
regards,
hemant……. bhai……….
Comment by Kaustubh Bhagat — July 26, 2008 #
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
છંદ-વિધાન અને રદીફ બેન્નેએ તરત ધ્યાન ખેચ્યું; અને એ પણ સફળતાથી.
આમ તો ચાર શેરમાં જ ઘણું કહેવાઈ ગયું છે, છ્તાં ભવિષ્યમાં એક વધુ શેર પ્રગટે એવી શુભેચ્છાઓ પાઠવું છું.
Comment by Pancham Shukla — July 26, 2008 #
good but on self (Chaitanya jiv) is something differ as in KABIRS Novels
Comment by Deepak — July 26, 2008 #
સાવ સાદી વાતની સુંદર અભીવ્યક્તી.
થોડા અઘરા શબ્દો નીવાર્યા હોત તો?
Comment by સુરેશ જાની — July 26, 2008 #
બહુજ સરસ.
અંતર-સંતૃપ્તિનો ભાવ જન્માવતું સર્જન.
અભિનંદન.
Comment by Shah Pravinchandra K — July 26, 2008 #
khubaj saras rachna
Comment by kapil dave — July 26, 2008 #
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
બહોત અચ્છે….
Comment by Gunjan Gandhi — July 26, 2008 #
Very Good!
you increase my Gujarati vocabularies too.
Comment by vijay — July 27, 2008 #
હેમંત,
ખુબ જ સુંદર રચન… દરેક શબ્દે વાહ વાહ એમ બોલી જવાયુ…! અને આખરી શેર (મક્તા)તો ખુબ જ ગમ્યો…
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
રાજીવ
Comment by Rajiv — July 27, 2008 #
શ્રદ્ધાથી મળતા શબ્દને તું આચરણમાં મૂક
શબ્દો શું કામના જો તું પ્રત્યય નહીં કરે
આ પંક્તિ વધુ ગમી.
Comment by Heena Parekh — July 27, 2008 #
હેમંત, તમે સાચ્ચે જ કવીકર્મ કર્યું છે !! આટલી અઘરી અને છતાં આજે ખુબ જરુરી એવી વાતને સહજધર્મે તમે સૌ સમક્ષ મુકી છે.
તમે પ્રત્યય, વ્યત્યય જેવા મજાના શબ્દોનો સુંદર વીનીયોગ કરી બતાવ્યો છે. એમાંય વીસ્મય અને સંશયને પાસે પાસે મુકીને તો કમાલ જ કરી છે.
અભીનંદન તો બહુ ઓછા પડે એવી રચના આપી છે….
‘વાહ્’થી વધુ કંઈ સુઝતું નથી !
Comment by jugalkishor — July 27, 2008 #
હેમંતભાઇ
આટલા સરસ શવ્દો અને ભાવ અને પ્રતિભાવ
સરસ સરસ
Comment by jayeshupadhyaya — July 27, 2008 #
ખુબ સુંદર
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
કેવૂં સર્વાંગ સુંદર દર્શન
ગાંધીજીનાં પ્રિય ભજનની આ પંક્તી યાદ આવી
નથી રામ વિભુતી ચોળ્યે
નથી ઉંધે શીશ ઘોળ્યે
નથી નાર ત્યજી વન સંચરતા
મળે ન આત્ામ ખોળ્યે…
Comment by pragnaju — July 27, 2008 #
Hemant bhai…keharekhar bahu j saras lakhyu che….tamari common style thi thodu hat ke che..ke pachi aaj tamari style che…..amazing one……..
Comment by mehul — July 27, 2008 #
સુંદર અભિવ્યક્તિ….
ઓછું લખી ને ઘણું કહી ગયા….
અભિનંદન,,,,
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
Comment by chetan framewala — July 27, 2008 #
Dear Hemant,
It gives me pleasure to see you gazals and specifically your inclination towards inner world.
Wish you all the best
Deepak Doshi
Comment by Deepak Doshi — July 28, 2008 #
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
liked very much….congrets
Comment by Lata Hirani — July 29, 2008 #
તું તારવી લે તર્કથી વૈફલ્ય તર્કનું
બુદ્ધિ પછી પ્રવાસમાં વ્યત્યય નહીં કરે
ખુબ અર્થસભર વાત કરી તમે….
Comment by devika dhruva — August 5, 2008 #
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
gamyu….
Comment by KAVI — August 7, 2008 #
વાહ્.. હેમંતભાઈ,
ખૂબ જ ઓછા શબ્દોમાં ખૂબ ગહ્.ન વાત કહી
અને છતાં કાવ્યસૌંદર્ય જળવાય છે …
અભિનંદન તો ના અપાય કારણ
ઈશ્વર ખુદ કલમ બની ગઈ છે તો …
આમ જ ઈશ્વરીય પ્રેરણા મળતી રહે તેવી શુભેચ્છા !!
Comment by Pinki — August 18, 2008 #
હેમંતભાઈ,
થોડું કંટાળાજનક લાગે એવું સજેશન….
ગઝલની નીચે તમે છંદવિધાન તો લખો છો
પણ commentsમાં તમે આખી ગઝલની
એક એક લાઈન નીચે જો લઘુ ગુરુ લખીને દર્શાવો
તો અભ્યાસુને ખૂબ જ સરળતા રહેશે.
માન્ય છૂટનો પણ ઉલ્લેખ કરશો.
every time …….. thanks
Comment by Pinki — August 18, 2008 #
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કર
Exceptional sher!
Comment by Himanshu Bhatt — September 3, 2008 #
penitrate deeply and sweetly.
Really હેમંત દિવ્યતા
Congratulation for such nice thoughtful poetry.
Ramesh Patel(aakashdeep)
Comment by Ramesh Patel — June 3, 2009 #