ગુલામી હોય છે

June 8, 2008 at 7:43 pm | In ગઝલ | 29 Comments
Tags:

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે

દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

- હેમંત

છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

29 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. આજનો જમાનો સ્વતંત્રતાનો જમાનો છે. દરેકને સ્વતંત્રતા જોઈએ છે, પોતાની space જોઈએ છે. કોઈની ગુલામી કરવી નથી. હું પોતે પણ એમાં અપવાદ નથી.

    પણ હું ઘણીવાર વિચારું છું કે સ્વતંત્રતા અને સ્વછંદતામાં તફાવત શું છે? શું હું સ્વતંત્રતાને બરાબર રીતે સમજ્યો છું? કે પછી મારી સ્વતંત્રતા એ એક અલગ પ્રકારની ગુલામી જ છે? આ વિચારમંથનના સારરૂપ શેર સાથે ચાલુ થાય છે, સ્વભાવે અંતર્મૂખ એવી એક ગઝલઃ ગુલામી હોય છે

  2. તમે તો ભર ઉનાળે હેમંતનો અનુભવ કરાવ્યો !!
    બહુ જ સુંદર અને સશક્ત ગઝલ છે. અભીનંદન આપું એટલાં ઓછાં !

    છેલ્લા ત્રણમાંના કયા શેરને પ્રથમ નંબર આપવો તે નક્કી થઈ ન શકે !!

  3. દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
    આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

    very nice..

  4. પહેલો શેર વાંચીને થયું.ઓહ સરસ્.
    પણ બધા વાંચ્યા પછી કોઇ એક પસંદ કરવો અઘરો બની ગયો.

    આખી ગઝલ ખૂબ ગમી..અભિન્ંદન હેમંતભાઇ..

  5. Thank u very much for sending a Fantastic GAZZAL.
    pl accept my thanks for involving my favourite subject.
    pl touching with this live GUJARATI GAZZAL ANY MANY GUJARATI LITERATURE.

    Omce again thanQ.

    HARSHAVADAN

  6. Thanks for GAZZAL.
    It is my favourite subject and i am intrested in gujarati
    Litreture.
    as a aamchi MAharastian u are a good loving gujrati Litreture.

    pl. send me more ……………..

    THAnks

  7. Very very nice ghazal! Each sher/whole ghazal is excellent!

  8. આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
    મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

    નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
    આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

    Hemant

    This is a wonderful ghazal. All the shers are powerful. I liked these two the most.

    Himanshu

  9. નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
    આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

    sundar gazal.. Hemant

  10. એકે એક શેર સરસ છે. પણ ….
    દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
    આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

    આ શેર બહુ જ ગમ્યો.

  11. આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
    મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

    ખુબ સુંદર અભીવ્યક્તી છે દોસ્ત..સરસ ગઝલ.

  12. Nice Gazal

    I like that Na-Nami very much.

  13. saachche j hemantbhai !!! .. darekedarek sher hradaysparshi !! .. aakheaakhi gazal j fari muki dau !! .. :)

    મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
    એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે

    દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
    આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

    આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
    મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

    સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
    માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

    નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
    આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

  14. શબ્દોનો અર્થપૂર્ણ ઉપયોગ અને તેમાંથી નીપજતી સુંદર રચનાઓ. અભિનંદન, દોસ્ત! તમારી કૃતિઓ વાં ચવાની મઝા આવે છે.
    પ્રગતિ કરતા રહો! ….. હરીશ દવે અમદાવાદ

  15. કયો શેર સારો ને કયો વધુ સારો ની જફામાં પડતો નથી
    આખે આખી ગઝલ ગમી

  16. It is very good..

    Dear Hemantbhai, it is toooo goooodddd.
    દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
    આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

  17. હેમંતભાઈ,

    બહુ સુંદર ગઝલ…..

    આપના સૌ શેરમાં અદભુત રવાની હોય છે
    આપની ગઝલો બધી કેવી મજાની હોય છે !

    જય ગુર્જરી,

    ચેતન ફ્રેમવાલા

  18. “મારી સ્વતંત્રતા એ એક અલગ પ્રકારની ગુલામી જ છે? આ વિચારમંથનના સારરૂપ શેર સાથે ચાલુ થાય છે…” આ વાત સાથે આપણે સંપૂર્ણ સંમત ન થઈએ પણ આ સંપૂર્ણ ગઝલ પર સહજ આફરીન થઈ જવાય! સમાજમા વાઘની સ્વતંત્રતામાં બકરીનું શું? તે દાંતરડા જેવો પ્રશ્ન રહેવાનો જ…આ શેર વધુ ગમ્યો…
    નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
    આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે
    યાદ આવ્યા– જયંત શેઠ
    જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
    નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
    દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
    વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે

  19. Congrates!

    all shers are wonderful

    I am posting kavyarasasvad on my blog today

    http://www.vijayshah.wordpress.com
    &
    http://www.vijayshah.gujaratisahityasarita.org

  20. Tame tamne ugto suraj mano k nahi,
    amari to tamne salami hoy 6e……

    excellent.

  21. ફરી એકવાર સાદ્યંત સુંદર રચના… બધા જ શેર સુંદર… છેલ્લા ત્રણ શેર તો યાદગાર નીવડે એવા બળુકા થયા છે.

    સુનામી અને નનામીનો પ્રયોગ એટલી સરસ અને સહજ રીતે કર્યો છે કે વાહ ઉસ્તાદ, વાહ ! કહ્યા વિના, વારંવાર કહ્યા વિના રહી શકાતું નથી….

  22. હેમંત,

    ખુબ જ સુંદર રચના… બધા જ શેર પર વાહ વાહ કહેવાય એવી સુંદર રચના…

    ખુબ ખુબ અભિનંદન…

    રાજીવ

  23. hematbhai mast gazal !!!!!

  24. nice
    દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
    આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

    bcoz of my outing i could see it late but nice.
    i appriciate yr Gazals in many ways.

  25. ખૂબ સુંદર ગઝલ.

  26. Very good gazals

  27. નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
    આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

    જીવનનું નગ્ન સત્ય માત્ર બે પંક્તિઓમાં … કહેવું પડે ! કાશ, લોકો એ સમજી શકતા હોત …

  28. tamari gazzal mane bahu sundar lagi

  29. atisundar ,,,,,nam pacchl jindgibhar dodvu aele jshe akhare je jay cche ae to na nami hoycche


Leave a comment

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.