તમારે આંગણે આવે
May 1, 2008 at 12:02 pm | In ગઝલ | 33 CommentsTags: ગઝલ
તમે ઝંખો છો એ મૃગજળ તમારે આંગણે આવે
નવા રૂપે પુરાણું છળ તમારે આંગણે આવે
ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં
બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે
રવિવારે સવારે ચા અને અખબાર સાથે લઈ
નિરાંતે બેસવાની પળ તમારે આંગણે આવે
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
- હેમંત
છંદ-વિધાનઃ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
33 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
સુંદર રચના…
ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં
બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
-આ શેર સ-વિશેષ ગમી ગયા… ‘આવકાર આપો’માં માન્ય છૂટ લીધી છે પણ આવકારો દો કે આવકારો દ્યો કરવાથી પણ કદાચ કામ ચાલી શકે. આ છૂટ મારી દૃષ્ટિએ બીજો ઉપાય શક્ય ન હોય તો જ લેવી જોઈએ…
Comment by વિવેક ટેલર — May 1, 2008 #
રવિવારે સવારે ચા અને અખબારને લઈને
નિરાંતે બેસવાની પળ તમારે આંગણે આવે
મને તો આ શેર ખુબ ગમી ગયો, અમે મુંબઈકર મશીન જેવું જીવીએ છીએ,( જીવીએ છીએ કે નહીં એ તો ખબર નથી)પણ એવા માં અકાદ રવિવારે આવી કો નિરાંત મળે તો તો જગ જીત્યા.
આ બન્ને શેર પણ ગમ્યા.
ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં
બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
Comment by Chetan Framewala — May 1, 2008 #
સુંદર ગઝલ હેમંતભાઈ ..
રવીવાર અને કોરા કાગળ વાળી વાતો બૌ ગમી …
મજાની ગઝલ …
Comment by કુણાલ — May 1, 2008 #
very nice…
Comment by chetu — May 1, 2008 #
સરસ ભાવકની નજરે કહું તો ઝાકળ કાગળ અને શામળ
ગમ્યા
Comment by jayeshupadhyaya — May 1, 2008 #
મઝા આવી ગઈ…સુંદર ગઝલ.
Comment by સુનીલ શાહ — May 1, 2008 #
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
its truely nice….wonderful use of words
Comment by Jignesh Adhyaru — May 1, 2008 #
Very Very nice one….
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
good hemant bhai…kharekhar touchy…
Mehul
Comment by mehul — May 1, 2008 #
Nicely written. Thanks.
Comment by SV — May 1, 2008 #
Very very nice Hemant!
તમે ઝંખો છો એ મૃગજળ તમારે આંગણે આવે
નવા રૂપે પુરાણું છળ તમારે આંગણે આવે
ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં
બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે
Comment by Sangita — May 1, 2008 #
very nice
Comment by hitesh — May 1, 2008 #
બહુ જ સરસ ભાવ અને શબ્દો.
નીરાંત મળી હોય અને છતાંય નીરાંતે બેસી ન રહેતા આ જણનેય આ નીરાંત માણવાના તમારા અભરખા ગમ્યા હોં !
ભગવાન તમને કદી નીરાંત ન આપે.. તો જ તમે આવું સરસ લખતા રહેશો ! .
Comment by સુરેશ જાની — May 1, 2008 #
તમે ઝંખો છો એ મૃગજળ તમારે આંગણે આવે
નવા રૂપે પુરાણું છળ તમારે આંગણે આવે
sundar ! I like this she’r.
Comment by વિશ્વદીપ બારડ — May 1, 2008 #
રવિવારે સવારે ચા અને અખબારને લઈને
નિરાંતે બેસવાની પળ તમારે આંગણે આવે
kevu sunder sapnu !!
aakhi rachna no mood j kaik ajib chhe….
khub maja avi
Comment by Pinki — May 1, 2008 #
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં
બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે
તમે ઝંખો છો એ મૃગજળ તમારે આંગણે આવે
નવા રૂપે પુરાણું છળ તમારે આંગણે આવે
very nice….!!
darek sher sunder j chhe pan
aa vadhu sparshi gaya
Comment by Pinki — May 1, 2008 #
મઝાની રચના
આ પંક્તીઓ ગમી
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
વાહ્
Comment by pragnaju — May 1, 2008 #
Very nice.
Comment by pravinash1 — May 1, 2008 #
Hemant
nice.
રવિવારે સવારે ચા અને અખબારને લઈને
નિરાંતે બેસવાની પળ તમારે આંગણે આવે
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
The last sher reminds me of a doha from Rahiman
Rahiman ahee sansaar mein, sab saun miliye dhay
Na jaane kahi roop mein, narayan Mil jaaye
Comment by Himanshu — May 1, 2008 #
ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં
બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે
રવિવારે સવારે ચા અને અખબારને લઈને
નિરાંતે બેસવાની પળ તમારે આંગણે આવે
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
its realy touching………
Comment by KAVI — May 1, 2008 #
સારી ગઝલ છે….
તમે ઝંખો છો એ મૃગજળ તમારે આંગણે આવે
નવા રૂપે પુરાણું છળ તમારે આંગણે આવે
ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં
બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે
આ શેર બહુ સરસ લાગ્યા……
શામળના શેરનો વિચાર સુંદર છે, પરંતુ અતિશય જાણીતો અને ઘણી જગ્યાએ વપરાયેલ નથી?
“અખબારને” માં ને વધારાનો છે – સામાન્યત બોલતી વખતે એમ નથી બોલતા આપણે. છંદ સાચવવા મૂકાયો હોય એમ લાગે છે.
Comment by ગુંજન ગાંધી — May 1, 2008 #
Khub j sundar rachana….
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
aa pankti vadhaare gami…!
Comment by Rajiv — May 2, 2008 #
Sorry, I don’t have Guj. font in my compu. but your gazal is really good. especially second stanza.
Keep it up.
Deepak Doshi, Navneet Samarpan
Comment by Deepak Doshi — May 2, 2008 #
તમે ઝંખો છો એ મૃગજળ તમારે આંગણે આવે
નવા રૂપે પુરાણું છળ તમારે આંગણે આવે
ane
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
bane sher gamya
lakhataa raho ane manane aavaa sundarsheroni tajagi thi bharata raho
Comment by vijayshah — May 2, 2008 #
hemant bhai my name is also hemant i m say something i have marrage anniversery on 14th may can u please send something romantic thing 4 mw. hemant bhai i m also gujju maari wife marathi ruthi ne naaraj thai ne jaati rahi che kai jagdo atlo moto che k chuta padva no vaaro avyo che hu an vagar rahi nathi sakto ne ane maari sathe rehvu nathi, su karu kai kaho please help me
Comment by pritaanshu — May 6, 2008 #
dear hemant,
i was waiting since long, why i have not found your creativity ?
very nice..
please be mailing.
Comment by raju — May 6, 2008 #
sundar ghazal. darek sher sunder, naajuk ane kasabthi bharpoor. maraa abhinandan svikaarsho.
Comment by raeesh maniar — May 9, 2008 #
hello mr. hemant.i like ur each creation.though i am not good observer in this direction,i can say that its really a great approach to this for a M.Tech person and i appriciate it.i wish u all d best for more and more inspirable lines.waiting for new one…
bye
Comment by amit — May 12, 2008 #
hi, your poems are……. i don’t get words…
Comment by Rajshree Sahastrabhojni — May 12, 2008 #
સમજજો હું વ્યથાને… અને બધાને ભાવભીનો આવકાર… આ બે શેર બહુ ગમ્યા.
Comment by Harsukh Thanki — May 16, 2008 #
khubaj sundar rachana. darek sher hruday sparshi chhe.
Comment by Parimal — May 31, 2008 #
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
Oye hoe ! party chha gaye tussi…..
Comment by Manish Shastri — August 1, 2008 #
“પરમાત્મા એક અવિનાશી શક્તિ છે. જે ગઈકાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ હશે.” “ઓ પ્રિયતમ ! ગઈકાલે તો હું નહોતો ને આવતીકાલનીં મને ખબર નથી. મને તો આજનો પરમાત્મા આપ.” “આજનો પરમાત્મા ? આજનો પરમાત્મા “આજ” જેવો હશે હોં…તું તેને ઓંળખી શકીશ ? હંસિને પરમાત્માએ કહ્યું.
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
કંઈક આવો જ ભાવ આ રચનામાં વ્યક્ત થયો છે…
સવાલ આવકારવાનો જ હોય તો કદાચ બધું જ મંજુર કરી પણ લઈએ…પરંતુ એકવાર ઓળખાણ તો પડે !
Comment by PARESH — March 29, 2009 #
એટલો તો હકક છે પ્રિયતમ મારો કે પાંચ શબ્દોય સંભળાવી દઉં. વાણી બનીંને જરુર પડ્યે બે અશ્રુઓ વહાવિ લઉં !
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
શબ્દબ્રમ્હ નાં લટકા તો જુઓ સ્વયંને તે કેવાં ભિન્નભિન્ન સ્વરુપે અભિવ્યક્ત કર છે !
Comment by PARESH — March 30, 2009 #