ગુલાબી કાગળ ઉપર …

March 27, 2008 at 2:40 pm | In ગઝલ | 21 Comments

ગુલાબી કાગળ ઉપર દિલના ઘાવ લખવાના
નયન મળ્યાં ને બનેલો બનાવ લખવાના

કશે ન લાગતા મનનો લગાવ લખવાના
તમારો વધતો જતો દુષ્પ્રભાવ લખવાના

તમારી યાદનો જંગી જમાવ લખવાના
હૃદયમાં કાયમી એનો પડાવ લખવાના

તમારો ચહેરો જરી બદલે ભાવ, લખવાના
ને અટકળોની વધે આવજાવ, લખવાના

અમારી જિંદગી રેતાળ સાવ, લખવાના
તમારું હોવું, મીઠા જળની વાવ, લખવાના

તમારો ચહેરો નથી આસપાસમાં માટે
નયન કર્યા કરે છે ભીની રાવ, લખવાના

લખી લખીને અમે શું લખીશું માફીમાં?
દલીલ પાંગળી, લૂલો બચાવ લખવાના

છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના

-હેમંત

21 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
    અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના

    Ye baat hai

  2. Waah hemant bhai waah…bahu divse eej lijjjat yaad aavi….gayi…keep it upp………..

  3. છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
    અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના

    આમ જ આપ ગઝલ સરસ લખવાના ,
    અમે પ્રતિભાવ પણ ‘સરસ’ જ લખવાના.

  4. હેમંતભાઈ..
    સરસ ગઝલ થઈ છે. અભીનંદન..!
    પ્રથમ પંક્તી છંદ પ્રમાણે બરાબર છે..?

  5. sunder gazal,
    congreats,
    jai gurjari,
    Chetan Framewala

  6. સુંદર ગઝલ
    આ શેર ગમ્યો
    લખી લખીને અમે શું લખીશું માફીમાં?
    દલીલ પાંગળી, લૂલો બચાવ લખવાના
    યાદ આવી
    લખવાના વિચાર માત્રથી આવે જ્યાં લખલખું,
    કલમ બોળ ું કે જાત ઝબોળું?

  7. સુનીલભાઈ,

    મારી સમજણ પ્રમાણે પહેલી પંક્તિમાં છંદ બરાબર સચવાય છે. આપને આ પ્રશ્ન પડે એ સ્વાભાવિક છે. એનો ખુલાસો નીચે પ્રમાણે છે:

    “ગુલાબી કાગળ ઉપર દિલના ઘાવ લખવાના” નું માપ
    “લગાલ ગાગાલગા ગાલગાલ ગાગાગા” છે એવું લાગે છે.

    હવે જો ઉચ્ચાર વખતે “કાગળ” અને “ઉપર” શબ્દો વચ્ચે આવતા વિરામનો લોપ કરીને, કાગળ ના “ળ” અને ઉપર ના “ઉ” ને જોડીને “ગુલાબી કાગળુપર…” જેવો ઉચ્ચાર કરીએ તો છંદ સચવાઈ જાય છે. આ ઉચ્ચારની માત્રાઓ ગણશો તો “લગાલ ગાલલગા…” પ્રમાણે બરાબર બેસી જાય છે. આ છૂટ અંગેનું વધુ લખાણ વિવેકભાઈની સાઈટ પર અહીં વાંચી શકો છો:http://vmtailor.com/archives/167

    રઈશ મનીઆર સાહેબના પુસ્તક ગઝલઃરૂપ અને રંગમાં પણ લઘુ-ગુરુની છૂટછાટો ના વિભાગમાં આ વિષય પર ચર્ચા છે.

  8. છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
    અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના

    vaah…

  9. અમારી જિંદગી રેતાળ સાવ, લખવાના
    તમારું હોવું, મીઠા જળની વાવ, લખવાના

    તમારો ચહેરો નથી આસપાસમાં માટે
    નયન કર્યા કરે છે ભીની રાવ, લખવાના

    very nice…!!

  10. અમારી જિંદગી રેતાળ સાવ, લખવાના
    તમારું હોવું, મીઠા જળની વાવ, લખવાના

    સુંદર

    http://www.searchgujarati.com
    શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

  11. અમારી જિંદગી રેતાળ સાવ, લખવાના
    તમારું હોવું, મીઠા જળની વાવ, લખવાના

    છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
    અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના

    તમારો ચહેરો નથી આસપાસમાં માટે
    નયન કર્યા કરે છે ભીની રાવ, લખવાના

    bahu maza aavi !
    farithi lakhavu game tevi gazalo maNi

  12. છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
    અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના

    છંદ મજાનો છે.

  13. શે ન લાગતા મનનો લગાવ લખવાના
    તમારો વધતો જતો દુષ્પ્રભાવ લખવાના

    લખી લખીને અમે શું લખીશું માફીમાં?
    દલીલ પાંગળી, લૂલો બચાવ લખવાના

    છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
    અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના

    -મજાની ગઝલ… લખવાના રદીફમાં પોતાનામાં જ એટલી બધી અર્થચ્છાયાઓ ભરી પડી છે કે ગઝલ લખનારે સાવધ થઈ જવું પડે… અભિનંદન…!

  14. કશે ન લાગતા મનનો લગાવ લખવાના
    તમારો વધતો જતો દુષ્પ્રભાવ લખવાના

    તમારી યાદનો જંગી જમાવ લખવાના
    હૃદયમાં કાયમી એનો પડાવ લખવાના

    વાહ, મજા આવી ગઈ… લગભગ બધા જ શેર મસ્ત થયા છે !

    અભિનંદન હેમંત !

  15. Excellent.”Antar Bhalene Dariyanu,…….Khub saras.

  16. Fine, Maza Aavi

  17. Sunil bhai nI birthday gift bahuj gami,
    aabhar,
    jai gurjari,
    chetan framewala

  18. છેલ્લી પંક્તિ ખાસ ગમી . દરેક વ્યક્તિ વચ્ચે ભલેને ગમે તેટલું અંતર હોય પણ યાદ તો જે સારી પળો હોય તેની જ હમ્મેશા આવતી હોય છે. આવું શાને થતુ હશે તે જ મને સમજાતુ નથી !

  19. દલીલ માફી બચાવ સારો ક્રમ છે

  20. છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
    અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના

    very nice..abhinandan..hemanbhai

  21. ફરી ફરીને વાંચવી ગમે એવી રચના. અભિનંદન.


Leave a comment

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.