અડવા પણ નથી દેતી
March 2, 2008 at 7:53 pm | In ગઝલ | 26 Commentsનજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી
હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
- હેમંત
26 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
Valentine’s day વીત્યાને લગભગ ૧૫-૧૬ દિવસ થઈ ગયા છે. એ પ્રસંગને છાજે એવી એક ગઝલ છે “અડવા પણ નથી દેતી”. આ ગઝલનો વિષય કૉલેજ કાળમાં જોયેલી/અનુભવેલી સંવેદનાઓ પર આધારિત છે. મેં ઘણી એવી જોડીઓ જોઈ છે જેઓ “just friends” હોવાનો દાવો તો કરે છે પણ તેઓ એનાથી વધુ હોય છે. ભલે એમ કહેવાતું હોય કે છોકરીઓ emotional હોય છે પણ આવા કિસ્સાઓમાં મેં છોકરાઓ વધારે emotional તો છોકરીઓ વધારે practical હોવાનું નોંધ્યું છે. ગઝલ અડવા પણ નથી દેતી આવા સંબંધમાં અટવાયેલા એક છોકરાની વ્યથાનું/દશાનું વર્ણન કરે છે.
વ્યાકરણ-રસિક મિત્રો માટેઃ લગાગાગા ના ચાર આવર્તનો વાળો હજઝ છંદ વાપર્યો છે.
Comment by હેમંત પુણેકર — March 2, 2008 #
Although I liked all the lines but especially the following one for some reason:
ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી
Comment by Rachit — March 2, 2008 #
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
આ બે શેર બહુ ગમ્યા
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
Comment by Chetan Chandulal Framewala — March 2, 2008 #
prem ma padati anthi ne padva pan nathi deti.. khub saras..!
Comment by chetu — March 2, 2008 #
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી…
વાહ હેમંત, હળવા મિજાજની ગઝલ માણવાની મજા આવી ગઈ…
Comment by ઊર્મિ — March 2, 2008 #
વર્ષો સુધી ગુજરાતી કવિતામાં કોઈએ આ ‘વિશિષ્ટ’ પ્રકારના પ્રેમની વાત કરવાની હિંમત કરી નહોતી… પહેલી વાત તમે કરી ! …
તમારી વાત ખરી છે. મારે તો (સદનસીબે!) આવો વારો નહોતો આવ્યો પણ કેટલાક મિત્રોને આ ‘પરિસ્થિતિ’માંથી પસાર થતા ચોક્કસ જોયા છે. અમે આવા પ્રેમને ‘દોરી વગર પતંગ ચગાવવો’ કહેતા … છતાં ય હતોત્સાહ થયા વિના આ મિત્રો ‘સરતીના પેચ’ લીધે જ રાખતા ! એ જમાનામાં આ ગઝલ મળી હોત તો મારે એકથી વધુ વ્યક્તિઓને સંભળાવવાની થાત
Comment by ધવલ — March 2, 2008 #
vah Hemantbhai, maja padi gai, especially i liked the following shers:
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી.
Comment by dipti patel 'shama' — March 2, 2008 #
હેમંતભાઇ, એકીસાથે કરુણ અને કફોડી હાલતની આ ગઝલ છે…
નક્કી નથી થઇ શકતું કે આમાં શું છે ?
‘રામબાણ વાગ્યા હોય તે જાણે.. ‘ કે
’ જે પીડ પરાઇ જાણે રે…’
જવા દો, આ તો અંગત વાત થઇ…
આવી સરસ ગઝલ લખવા બદલ અભિનંદન..
Lata Hirani
Comment by lata hirani — March 2, 2008 #
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
true one !! during our college time and young age.
Comment by વિશ્વદીપ બારડ — March 3, 2008 #
અરે વાહ! મઝા આવી ગઇ.
Comment by Sangita — March 3, 2008 #
Hemant
The last sher is fantastic:
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
This ghazal shows a different genre from what you normally write. Keep it up.
Comment by Himanshu — March 3, 2008 #
આ ગઝલ તો એકદમ ઝકાસ છે.
જાત અનુભવ થયો લાગે એવી ચોટદાર છે.
Comment by Kalpesh — March 3, 2008 #
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી…
IT IS HARD TO LET YOU GO!
Comment by Rajendra Trivedi, M.D. — March 3, 2008 #
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
બહુત અચ્છે..હેમંતભાઈ.
Comment by સુનીલ શાહ — March 3, 2008 #
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
navo ‘vishayvastu’ …….!!
enjoyed looot…….!!
Comment by Pinki — March 3, 2008 #
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
——————
લગભગ દરેક યુવાનો ના કોલેજ કાળ દરમિયાન આવા અનુભવ થાય છે.
)
—– ધવલભાઈ જેવા મહાનુભાવો ને બાકાત કરીને..
મનોવ્યથાનું ખૂબ જ સુંદર નિરૂપણ ! અને
આભાર !!!! નવા જ પ્રકારની ગઝલ પીરસવા બદલ…
Comment by Bhavin Gohil — March 3, 2008 #
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
thts fantastic feeling….
Comment by j4jules — March 3, 2008 #
સત્તર વ્યક્તિઓના એકધારા વાહ-વાહીના પ્રતિભાવ વાંચ્યા બાદ શું લખવું એ સમજાતું નથી… મને એમ લાગે છે દોસ્ત ! કે તમે ગઝલ અને હઝલની વચ્ચે અટવાયા છો…. હળવું સારું લખી શકવાની હથોટી આ ગઝલમાં ભરપૂર વર્તાય છે પણ આ ગઝલમાં એટલી હળવાશ પણ નથી કે એને હઝલ ગણી શકાય તો સામા પક્ષે એટલી સંજિદગી પણ નથી દેખાતી કે એને ગઝલ ગણી શકાય…
ધવલે એના ‘કેટલાક’ મિત્રોને આ પરિસ્થિતિમાંથી પસાર થતા જોયા છે એ વંચ્યા પછી મારે ફ્લેશ-બેકમાં જવું પડશે…. !!!
:-):-):-)
Comment by વિવેક ટેલર — March 3, 2008 #
મારે પણ ફ્લેશબેકમાં જવું પડશે
Comment by કાર્તિક મિસ્ત્રી — March 6, 2008 #
સરસ કવિતા છે. ગઝ્લના તમામ માપદન્ડો પર ખરી ઉતરે છે. ગઝલ અને હઝલની વચ્ચેની સરહદ પર રહીને લખવુ એ મોટી કસોટી છે. બહુ ચીપ થયા વગર હળવું લખવું ખૂબ મુશ્કેલ છે.
આટલા લોકોના હ્રદયને સ્પર્શી એ જ આ ગઝલની મોટી સફળ્તા છે.
Comment by raeesh maniar — March 11, 2008 #
સાદી ,સીધી ભાષામાં, સાવ સાચી વાત ,આટલી સરળ રીતે તો તમે જ કહી શકો..!!!!! મજા અવી ગઇ..
Comment by Devika Dhruva — March 16, 2008 #
very good.
Comment by Shah Pravinchandra K — May 19, 2008 #
Very good. very nice
Comment by Neeta Makwana — June 9, 2008 #
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી
kya baat hai !
Comment by Milind — June 24, 2008 #
sundar……..
Comment by Anonymous — August 22, 2008 #
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
excellent hemant bhai,
aa to thoda ma ghanubadhu aavighayu.
tame mane kahesho ? aankh ma thi tapkya vaghar na pani ni vyakhya shu hoi shake?
!!
!!!
!!!
!!!
!!!!
!!!
!!!
aswer:” LAGHNI “
Comment by devendra soni — January 30, 2009 #