ગાફેલ નથી
September 25, 2007 at 10:10 pm | In ગઝલ | 19 Commentsજે અહીં ચાલે છે એ સમજુ છું ગાફેલ નથી
બસ એ બદલી શકું હું એટલો કાબેલ નથી
મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી
છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી
કેવો અળખામણો થઈ જાય છે સીધો માણસ
સાચુ બોલે છે જમાનાનો એ ખાધેલ નથી
વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી
-હેમંત
19 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
સરકારી નોકરી કરનાર પ્રામાણિક માણસને એની પ્રામાણિકતાની કિંમત ચૂકવવી પડે છે. એક સીધો સાદો પ્રામાણિક માણસ ભ્રષ્ટાચારની ગંદકીને સહન કરી શકતો નથી તો એને બદલી પણ શકતો નથી. જે બદલવા જાય છે એની “બદલી” થઈ જાય છે. આખું ભ્રષ્ટ તંત્ર આવા લોકો સામે ઊભું થઈને એમને જ ફસાવી દે છે. આવી જ એક વ્યક્તિને ઓળખું છું. એમની વાતોમાંથી વ્યક્ત થતી નિરાશા, હતાશા અનુભવી છે. એને શબ્દરૂપ આપવામાં એક શેર લખ્યો અને આ ગઝલ લખાઈ ગાફેલ નથી.
છંદ રસિકો માટેઃ ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા(ગાગાગા) ષટકલ-૨૩ છંદ વાપર્યો છે.
Comment by hemantpunekar — September 25, 2007 #
સરસ રચના ! નવો વિષય.
Comment by ધવલ — September 25, 2007 #
મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી
amazing shabdo hemantbhai….
vishay to navo chhe j saathe ava ashaar ne lidhe chaar chaand laagi gaya chhe…
khub khub abhinandan aa gazal maate…
Comment by કુણાલ — September 25, 2007 #
It is true. But don’t quit what you are doing.
Comment by pravina kadakia — September 25, 2007 #
મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી
jakaaaaaash…
Comment by Gaurav — September 26, 2007 #
ખૂબ સુંદર ગઝલ હેમંત… અભિનંદન !
Comment by ઊર્મિ — September 26, 2007 #
વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી
સરસ રચના. અભીનંદન
Comment by sunil shah — September 26, 2007 #
છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી
khub j sundar shabdo ane bhav…!
Abhinandan.
Comment by રાજીવ — September 26, 2007 #
છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી
VERY TRUE!!
Comment by Rajendra Trivedi, M.D. — September 26, 2007 #
સુંદર શબ્દોમાં પ્રામાણિક વ્યક્તિની મનોવ્યથાનું વર્ણન.
અભિનંદન, શ્રી હેમંતભાઇ.
આમજ આપની કલમમાંથી સરસ્વતિ ઉતર્યા કરે તેવી શુભેચ્છા.
Comment by ઇન્દ્રવદન મિસ્ત્રી — September 26, 2007 #
oh …ekdam radaysprshi
Comment by naraj — September 26, 2007 #
shabdoni gunthani sundar, gazal pan bhavvaahi, lage raho hemantbhai
Comment by gopal h parekh — September 26, 2007 #
છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી
I love this she’r. sundar.
Comment by વિશ્વદીપ બારડ — September 26, 2007 #
સંઘેડાઉતાર ગઝલ… મુશ્કેલ છંદો પરની આપની પકડ ફરી એકવાર દાદ માંગી લે એવી છે… અને જેમ ગઝલનો બાહ્યદેહ સાફસુથરો બન્યો છે, એ જ રીતે આંતર્દેહ પણ મજાનો થઈ શક્યો છે… પણ મને જે બે શેર ખૂબ જંચ્યા તે આ :
છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી
વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી
Comment by વિવેક — September 27, 2007 #
va va va va va va va va va va va va va va va
Very Good
Comment by milind — September 28, 2007 #
કેવો અળખામણો થઈ જાય છે સીધો માણસ
સાચુ બોલે છે જમાનાનો એ ખાધેલ નથી
વાહ, સુંદર ગઝલ!
Comment by વિનય ખત્રી — October 4, 2007 #
નખશિખ સુંદર ! !
Comment by Pinki — October 7, 2007 #
http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com
Comment by SearchGujarati.com — October 25, 2007 #
Mara par mara katal no Aarop…….Suparb…Jakaazzzzz.
Comment by sush — October 31, 2007 #