રાત ઉજવાઈ ગઈ
July 13, 2007 at 10:51 pm | In ગઝલ | 17 Commentsદર્દમાં જળની પણ રાહ ફંટાઈ ગઈ
મન સળગતું રહ્યું, આંખ ભીંજાઈ ગઈ
છાતીમાં ડાબે પથ્થર જડ્યા જોઈને
ઈંટની આ દિવાલોય ડઘવાઈ ગઈ
પત્ની વહુ માના પાત્રોમાં પીસાઈને
એક સ્ત્રીની હયાતી જ ખરડાઈ ગઈ
વાત એની હતી મારી વાતોમાં પણ
એ મળી, કે તરત વાત બદલાઈ ગઈ
એ મળી સ્વપ્નમાં બસ ઘડીભર અને
ઉત્સવી ઠાઠમાં રાત ઉજવાઈ ગઈ
- હેમંત
17 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
ક્યારેક રડતો હોઉં કે કોઈને રડતા જોઉં ત્યારે એમ લાગતું કે ભગવાને શરીરના water supply management માં લોચો મારી દીધો છે. હૃદયમાં દાહ હોય છે અને અશ્રુ આંખમાં આવે છે! આ વાતને એક શેરમાં મુકી અને પછી લખાઈ આ ગઝલઃ રાત ઉજવાઈ ગઈ
(છંદ રસિકો માટે) ગાલગા ના આવર્તનોમાં ક્યારેય ગઝલ નહીં લખી શકું એવો વિશ્વાસ હતો. પણ રઈશભાઈ મનીઆર ના પુસ્તક “ગઝલઃ રૂપ અને રંગ”માં આપેલી લઘુ-ગુરુની છૂટછાટોના નિયમ વ્યવસ્થીત રીતે સમજી લીધા પછી આ ગઝલ લખી શક્યો. For all gazal-lovers, its a must read!
Comment by hemantpunekar — July 14, 2007 #
nice one…..
Comment by bdm — July 14, 2007 #
really nice one
Comment by B I R E N — July 14, 2007 #
લોચા મારવામાં ભગવાનનો જોટો જડવો મુશ્કેલ છે !
એ ક્યારે, ક્યાં, કઈ રીતે, કોને, કોની સાથે ઠઠાડી દે તે કહેવાય નહીં !
પણ અહીં તો એણે જ, હા એણે જ, તમને ગઝલના પ્રયોગોમાં ફીટ કરી દીધા છે. જોજો, એ જ હવે પછી હીટ પણ કરી દેશે; તમે હીટ થવા તરફ જઈ રહ્યા છો, ગઝલવીર ! શુભેચ્છા આગોતરી પાઠવી દઉં છું.
Comment by Jugalkishor — July 14, 2007 #
વાત એની હતી મારી વાતોમાં પણ
એ મળી, કે તરત વાત બદલાઈ ગઈ
-ખૂબસૂરત શેર
Comment by વિવેક — July 14, 2007 #
exellent……hemantbhai keep it up
Comment by naraj — July 14, 2007 #
વાત એની હતી મારી વાતોમાં પણ
એ મળી, કે તરત વાત બદલાઈ ગઈ
સુંદર … well written.
Comment by SV — July 15, 2007 #
હેમંત,
પત્ની વહુ માના પાત્રોમાં પીસાઈને
એક સ્ત્રીની હયાતી જ ખરડાઈ ગઈ
આ હકીકત તો કોઈ સ્ત્રીનેજ પુછવી રહી…!
મને લાગે છે ત્યાં સુધી સ્ત્રીના અસ્તિત્વ માટે આ બધા પાત્રો અનિવાર્ય છે અને તેજ તેની મહાનતાના પુરક છે…
તેના થકી ક્યારેય કોઈ સ્ત્રીની હયાતી ખરડાય નહી.
- રાજીવ
Comment by રાજીવ — July 15, 2007 #
સરસ રચના.
હેમંતની વાતમાં તથ્ય છે. સ્ત્રીને માતા અને પત્નીનું પદ આપીને સર્જકે તેની ઘણી સ્વતંત્રતા છીનવી લીધી છે.
પણ તેને નીયતી તરીકે સ્વીકારવું જ રહ્યું.
પુરુષ તે વાસ્તવીકતાનો ગેરલાભ ઉઠાવતો બંધ થાય, તેમાં જ સાચી સંસ્કૃતી છે.
——————-
જો કે, આધુનીક નારીઓના વલણ જોતાં આ વીષય બહુ જરીપુરાણો લાગે છે !
હવે કદાચ પુરુષોની વ્યથાઓનાં કવીત લખવાનો સમય આવી ગયો લાગે છે.
Comment by સુરેશ જાની — July 15, 2007 #
છાતીમાં ડાબે પથ્થર જડ્યા જોઈને
ઈંટની આ દિવાલોય ડઘવાઈ ગઈ
ખુબ સુંદર રીતે હ્ય્દયના પથ્થરપણાં વિશે વાત કહી હેમંતભાઈ…
એ મળી સ્વપ્નમાં બસ ઘડીભર અને
ઉત્સવી ઠાઠમાં રાત ઉજવાઈ ગઈ
એ ન હોય ત્યારે તો એના વિનાની સ્વપ્નિલ રાતો જ ઉજવાતી હોય છે ને.. !!
સુંદર અભિવ્યક્તિ…
આમ જ લખતા રહો….
Comment by કુણાલ — July 16, 2007 #
khub j saras gazal.
Comment by sagarika — July 16, 2007 #
Nice ghazal. chhand clean, sheriyat excellant. hemantbhai, you have a bright future ahead.
In last sher, ‘utsavi’ word discoses the kafiya ‘ujvaai’. Try to correct it if you agree.
Comment by raeesh maniar — July 16, 2007 #
વાત એની હતી મારી વાતોમાં પણ
એ મળી, કે તરત વાત બદલાઈ ગઈ
અતિ સુંદર
Comment by Devika Dhruva — July 17, 2007 #
saras gazal…….Hemantbhai
Comment by Dipika Mehta — July 17, 2007 #
ખરેખર ખૂબ જ સરસ રચના છે.
‘રાત ઉજવાઈ ગઈ’
ફરી એકવાર તમારી નવી અપ્રતિમ રચના અમારાથી વંચાઈ ગઈ,
આંખો ભીની થઈ પણ દિલથી તો દાદ જ અપાઈ ગઈ.
Comment by Parimal Shastri — July 25, 2007 #
very very nice, beautiful
Comment by raju piparava — August 1, 2007 #
પત્ની વહુ માના પાત્રોમાં પીસાઈને
એક સ્ત્રીની હયાતી જ ખરડાઈ ગઈ
suparb….lakhyu chhe..સ્ત્રીની lagani ne samaji ne lakhyu chhe
Comment by digisha sheth parekh — November 1, 2007 #