શ્વાસ

મખમલી સ્વપ્નિલ ઘડીમાં ના થવાનું થાય તો
ને અચાનક પ્રાણ અંદરની તરફ અમળાય તો
કરચલી તન પર નહીં ને શ્વાસ પર દેખાય તો
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યાં હતાં
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો

-હેમંત

This entry was posted in મુક્તક. Bookmark the permalink.

11 Responses to શ્વાસ

  1. પિંગબેક: ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો... « Yoga Karma

  2. hemantpunekar કહે છે:

    અંકીત ત્રીવેદીના માસૂમ હવાના મિસરામાં અનિલ ચાવડાની આ પંક્તિઓ વાંચવા મળીઃ

    “શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
    ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!”

    આ સુંદર શેર વાંચીને પ્રશ્ન પડ્યો કે એ અણધાર્યો પ્રસગ કેવો હશે. મારી કલ્પના ઊમેરીને એ અણધાર્યા પ્રસંગને વર્ણવતી એક તઝમીન શ્વાસ લખી છે.

    આ કાવ્યપ્રકાર સાથે પરિચય કરાવવા બદલ સહિયારું સર્જન નો આભારી છું.

  3. chetu કહે છે:

    અતિ સુંદર ..!

  4. Sarjeet કહે છે:

    કદી ના વિચારેલ કે ધારેલ એટલે અણધાર્યુ. ખરેખર એવી જ સુંદર રચના છે.

  5. Jugalkishor કહે છે:

    શ્વાસને ઈસ્ત્રી કરીને સાચવી રાખી શકો,
    ઉચ્છ્વાસને રોકી જુઓ, જો કોઈથી રોકાય તો !!

  6. Mehul Chauhan કહે છે:

    Yeah…Really beautiful narration of that beautiful last moment….Really nice …
    It really makes the last mooment beautiful , and non-paining…

    Mehul Chauhan

  7. Neela Kadakia કહે છે:

    ખૂબ સુંદર શબ્દ પ્રયોગ છે.

  8. “જિંદગી” ના જોડણિ સુધારા માટે ધન્યવાદ.

Leave a comment