રાતનો આખરી પ્રહર
May 20, 2007 at 10:24 pm | In ગઝલ | 12 Commentsહજી તો પ્રહર રાતનો આખરી છે
બદનમાં જરી થાકની હાજરી છે
નથી ચૈન મનને ન આરામ તનને
નયનમાં પડેલી સપન કાંકરી છે
ઉષાનો તું રંગીન રસથાળ ઢોળી
ખતમકર તિમિરમય નિશા આકરી છે
નજરકર જરા આ કળીના બદનપર
અમે શબનમી જાજમો પાથરી છે
બળી કોણ જાતે જગતને જગાડે
તમસહર થવાની રસમ આકરી છે
ભલે રાત ટકવા કરે ધમપછાડા
તું આવીશ એની મને ખાતરી છે
-હેમંત
12 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
એકવાર વહેલી સવારે સૂર્યોદય પહેલા જાગી ગયો. બ્રહ્મમૂહુર્તનું એ શાંત વાતાવરણ મનમાં અલગ જ ભાવ જાગૃત કરે છે. હું સૂર્યોદયની રાહ જોતો હતો અને મને લાગ્યું કે આપણે બધા આપણી અંદર જ્ઞાનરૂપી સૂર્યના ઉદયની જ તો રાહ જોઈએ છીએ. જાણે હું અંતર અને બાહ્ય વિશ્વના સૂર્યને કહેતો હતોઃ
નથી ચૈન મનને ન આરામ તનને
નયનમાં પડેલી સપન કાંકરી છે
ભલે રાત ટકવા કરે ધમપછાડા
તુ આવીશ એની મને ખાતરી છે…
અને પછી ભુજંગી છંદમાંઆ રચના લખાઈ ગઈ
Comment by hemantpunekar — May 23, 2007 #
Simply Beaytiful
carry on
with regards
wafa
Comment by wafa — May 23, 2007 #
બહુ જ શક્તિશાળી પંક્તિઓ પાથરી છે દોસ્ત ! અભિનંદન. હવે આ ચાલુ જ રાખજો અને ‘ખાતરી’ કરાવી દેજો કે તમે આવી રહ્યા છો ! સૂર્ય તો નહીં આવે ને ક્યાં જશે ?!
હા, ઉમાશંકર કહેતા તેમ છેકછાક, ભુંસ-ચેર કરતા રહેજો.. માત્રા ને લય ને એવું બધું હવે પણ ધીમે ધીમે કરવાનુ આવશે …..
Comment by Jugalkishor — May 23, 2007 #
રચના નિર્વિવાદ સરસ છે, પણ આને ભુજંગી છંદ ન કહો તો? અક્ષરમેળ છંદ ‘ભુજંગી’ નું બંધારણ છે- ( તે માત્રામેળ છંદ નથી)
————–
ય ય ય ય ,
ઉદાહરણ –
ય ના ચાર આવર્તનોથી ભુજંગી,
પછી શું , પછી શું, પછી શું, પછી શું
—————-
એટલે કે લ ગા ગા , લ ગા ગા, લ ગા ગા, લ ગા ગા
જુગલભાઇ આ શાસ્ત્રના નિષ્ણાત છે, તે કદાચ આની ઉપર વધુ પ્રકાશ પાડી શકશે.
Comment by Suresh Jani — May 23, 2007 #
I think, “Parodh” is the most beautiful time of the day and it is described beautifully here.
Comment by Sangita — May 23, 2007 #
ભલે રાત ટકવા કરે ધમપછાડા
તુ આવીશ એની મને ખાતરી છે.
very nice creation… congrats!!
Comment by ઊર્મિસાગર — May 23, 2007 #
છંદમાં ખાસ ખ્યાલ નહિ આવે પણ અર્થ બહુ સરસ છે એટલે આ કવિતા ગમી ગઇ.
Comment by Sarjeet — May 23, 2007 #
Dear Hemantbhai, It is really a nice creation……..
I do not know much about the chand and all but yes what i can say that it is really describing the feelings well.
Carry on…
Regards,
Mehul Chauhan
Comment by Mehul Chauhan — May 23, 2007 #
very nice gazal.
keep it up,
jay gurjari,
chetan framewala
Comment by Chetan Framewala — May 23, 2007 #
બહોત ખૂબ
ક્યા બાત હૈ
Comment by Neela Kadakia — May 23, 2007 #
આને ભુજંગી નહી પણ મુતકારિબ છંદ કહી શકાય.ભુજંગીમા ગણની પાબન્દી છે.રદીફ કાફિયાની
નહીં.
વફા
Comment by wafa — May 23, 2007 #
આને મુતકારિબ છંદ કહેવાય.ભુજંગીમાં ગણની પાબંદી ચે
જ્યારે મુતકારિબમાં રદીએફ ,કાફિયાની. મુતકારિબ(12અક્ષરી)
લગાગા,લગાગા,લગાગા.લગાગા
વફા
Comment by wafa — May 23, 2007 #