ઓળખું છું
May 20, 2007 at 10:29 pm | In ગઝલ | 22 Commentsઈજન આપતા એ નયન ઓળખું છું
અજાણ્યા વદનમાં સ્વજન ઓળખું છું
મળે છે ખબર નાકના ટેરવે સૌ
હું શ્વાસોનું આવાગમન ઓળખું છું
સુગંધી ખબર કઇ પવન આજ લાવ્યો
થયું કઇ કળીનું સુમન ઓળખું છું
વિચારો વડે ઘા કરો ના સજનવા
હું મારા જ મનનું મનન ઓળખું છું
કરું લેપ તડકા વડે દાહ ઊપર
હું જલમાં રહેલી જલન ઓળખું છું
સમયની રમતથી છક્યો ના કદીપણ
હું પત ઓળખું છું પતન ઓળખું છું
ભલેને કરે કામ કાળ બધા એ
હશે શ્વેત એનું કફન ઓળખું છું
મરણ બાદ મારી કબર પર હસ્યો હું
થયું કોણ એમાં દફન ઓળખું છું
-હેમંત
22 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
કદી કોઈ અજાણ્યાને મળીએ અને પહેલા પણ મળ્યા જેવું લાગે. એની આંખોમાં ઇજન દેખાય. ભલે એ ચહેરો અજાણ્યો હોય પણ એનામાં સ્વજન દેખાય. ઓળખતા ન હોઈએ તોય મન કહ્યાં કરે કે ઓળખું છું, ઓળખું છું.
આ અને આવા જ કેટલાક ઝીણા સ્પંદનોનો ચિતાર છે ઓળખું છું.
આ ગઝલમાં પ્રથમ શેરને છોડીને બાકી બધા અશઆરમાં છંદદોષ છે. ઘણા પ્રયત્નો છતાં એ દોષ દૂર કરવામાં હું નિશ્ફળ ગયો છું. એ બદલ મારા respected seniors ની ગાળો ખાવાની તૈયારી સાથે આ ગઝલ પોસ્ટ કરું છું.
Comment by hemantpunekar — May 21, 2007 #
ઘણુંજ સરસ હેમ કાવ્ય છે.
અભિનંદન.
Comment by arvind1uk — May 21, 2007 #
congrats,very nice words..!
Comment by chetu — May 21, 2007 #
ભલે એ બધા કામ કાળા કરે
હશે શ્વેત એનું કફન ઓળખું છું
-એક સુંદર કાવ્ય રચના
Comment by અનિમેષ અંતાણી — May 21, 2007 #
Hemant bhai……waah….
“samay ni ramat thi hu chakto nathi,
Hu pat oodkhu chu patan oodkhu chu”
seriously nice representation…
Mehul Chauhan
Comment by Mehul Chauhan — May 21, 2007 #
સમયની રમતથી હું છકતો નથી
હું પત ઓળખું છું પતન ઓળખું છું…
- સરસ શેર !
હું છંદની વાત કરવા જ જતો હતો ત્યાં જ તમારી કબૂલાત વાંચી… એક ગુરૂ ઉમેરવામાં કોઈ મોટી વાત નથી…
મળે છે ખબર નાકના ટેરવે સૌ,
હું શ્વાસોનું આવાગમન ઓળખું છું
સુગંધી ખબર આજ લાવ્યો છે વાયુ,
થયું કઇ કળીનું સુમન ઓળખું છું
~અથવા~
સુગંધી ખબર કંઈ પવન આજે લાવ્યો,
થયું કઇ કળીનું સુમન ઓળખું છું
મળ્યા રાહમાં એ અને દિલ ગયું આ,
નજર પણ કરે છે ગબન ઓળખું છું
વિચારો વડે તો કરો ના સજન, ઘા
હું મારા જ મનનું મનન ઓળખું છું
કરું લેપ તડકા વડે દાહ પર હું,
આ જલમાં રહેલી જલન ઓળખું છું
- મારે આટલે અટકી જવું જોઈએ…
Comment by વિવેક — May 21, 2007 #
થયું કઇ કળીનુ સુમન ઓળખું છું.
અજાણ્યા નયનના ઇજન ઓળખુ છું.
ખૂબ સરસ.
Comment by nilam doshi — May 21, 2007 #
ભલે એ બધા કામ કાળા કરે
હશે શ્વેત એનું કફન ઓળખું છું
-એક સુંદર કાવ્ય રચના
Comment by vijayshah — May 21, 2007 #
સુંદર રચના હેમંતભાઈ…. વધુ તો શું કહું …..
મને છંદોની બૌ ગતાગમ નથી પણ,
મંથનમાં રહેલા દરદને ઓળખું છું….
Comment by કુણાલ — May 22, 2007 #
કરે શ્વાસની શે ગુલામી ગઝલ
મરણ છે મજાનું કવન ઓળખું છું
good lines
Comment by Neela Kadakia — May 22, 2007 #
ઓળખું છું ગઝલને છંદદોષ દૂર કરીને ફરીથી પોસ્ટ કરી છે. થોડાક શેર કાઢી નાખ્યાં છે કારણ કે મને એ બાકી ના શેર જેટલા બળવાન ન લાગ્યા. મક્તાનો શેર બદલીને એક વધુ મજબૂત શેર ઊમેર્યો છે.
છંદદોષ દૂર કરવામાં વિવેકભાઈ અને હિમાંશુભાઈ એ કરેલી મદદ બદલ એમનો આભાર! વફાસાહેબે પણ શરૂઆતમાં છંદ બંધારણને સમજવામાં પણ મદદ કરી હતી. આ મદદ મને ભવિષ્યમાં પણ મળતી રહેશે એવી આશા રાખું છું
Comment by hemantpunekar — May 22, 2007 #
મરણ બાદ મારી કબર પર હસ્યો હું
થયું કોણ એમાં દફન ઓળખું છું
Wah!
Comment by Sangita — May 22, 2007 #
a good gazal
wafa
Comment by Mohammedali 'wafa' — May 22, 2007 #
Nice job.
સમયની રમતથી છક્યો ના કદીપણ
હું પત ઓળખું છું પતન ઓળખું છું
Comment by Himanshu Bhatt — May 22, 2007 #
hunye chhand vishe kai khas………..janato nathi pan tamari ….abhivyakti …..saras chhe…….
Comment by કસુંબલ રંગનો વૈભવ — May 22, 2007 #
સુંદર ગઝલ….. છંદ દોષ કાળ ક્રમે દૂર થઈ જશે , આપની રચનામાં ભાવ બહુજ સુંદર રીતે પ્રગટ થાય છે.
આ આખા જહાંને હું ક્યાં ઓળખું છું
ને મારા ખુદાને હું ક્યાં ઓળખું છું
હું જડ કે છું હું ચેતન, ના છે ખબર કો’
આ રણ ની સુધાને હું ક્યાં ઓળખું છું.
જય ગુરજરી,
ચેતન ફ્રેમવાલા
Comment by chetan framewala — May 22, 2007 #
બહુ સરસ રચના છે, હેમંતભાઈ.કોઈ વખત અનાયાસે કોઈ અજાણી વ્યક્તિનો સંગાથ મુસાફરી કરતી વખતે થઈ જાય છે અને વાતો કરતાં કરતાં એમ થાય છે કે આવી ઓળખાણ થવી એ સંભવી જ કેવી રીતે શકે? ત્યારે ‘અજાણ્યા નયનનાં ઇજન ઓળખું છું અજાણ્યા
વદનમાં સ્વજન ઓળખું છું’ એવો અહેસાસ થાય છે.દુનિયાની આ મહેફિલમાં એકમેક નો સાથ જ્યારે આખું જગ એક કુટુંબ છે એવી પ્રતીતિ કરાવે છે ત્યારે આપણું મન જરૂર ભાવ-વિભોર થઈ જાય..પણ શું આ
શક્ય છે ખરૂં? જય
Comment by bansinaad — May 22, 2007 #
મારો પ્રસંગ હતો મારી ગેરહાજરી હતી
ક્યાં કેમ હું હસી કોને ઓળખું છું?
Comment by pravinash1 — May 22, 2007 #
તડકાનો લેપ ને જલની જલન મને બહુ ગમ્યાં. વફા સાહેબ અને ડૉ.સાહેબના વધુ સંસ્પર્ષે તમારી છંદની તકલીફો ય ઓળખાતી જશે ને પછી એ પણ ‘ઓળખું છું’ ની યાદીમાં ઉમેરાઈ જશે !
‘મરણ બાદ મારી કબર પર હસ્યો હું’ માં સમય( કાળ) બાબત મને થોડી અવઢવ છે. વફા સાહેબ, આવું ઘણી જ્ગ્યાએ વાંચવા મળે છે. આને સમય અંગેની ગરબડ ન ગણાય ? કવીને મળતી છુટની આ બાબત નથી એમ હું માનું છું. હું આ બાબતે કંફ્યુઝ છું. માર્ગદર્શન
માટે સૌને વીનંતી.
Comment by Jugalkishor — May 22, 2007 #
કરું લેપ તડકા વડે દાહ ઊપર
હું જલમાં રહેલી જલન ઓળખું છું
very good
Comment by Rajiv — May 22, 2007 #
Khub Sundar.”Ajanya Vadan ma Swajan Olkhu chhu…”
Comment by Sush — May 22, 2007 #
good good keep it up.
Comment by sagarika — June 25, 2007 #