મોતનો વેપાર
May 20, 2007 at 10:19 pm | In ગઝલ | 9 Commentsઆટલા અખબાર શા માટે?
ટીવી સમાચાર શા માટે?
દુનિયાના છેડે આવીને
ગામનો ઉતાર શા માટે?
સમસ્યાઓની ખીચડી પર
ન્યૂઝનો વઘાર શા માટે?
પ્રિન્સે કૂવામાં પાણી પીધું
એની ચકચાર શા માટે?
બે નંબરી કમાવે એનો
પેજ થ્રી પ્રચાર શા માટે?
ચકલું ચરકે તોય ચર્ચા
વિષ્ટા વિચાર શા માટે?
લાશ જોઈને હાશ અનુભવે
ગીધડાં પત્રકાર શા માટે?
વિકૃત લાશના ફોટાં છાપી
મોતનો વેપાર શા માટે?
-હેમંત
9 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
આપણા પ્રસાર માધ્યમો આટલા નિરાશાવાદી (negative) કેમ છે? – એક વ્યાખ્યાનમાં આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે આમ પુછ્યુ હતુ. વાત સાચી છે. પ્રસારમાધ્યમોનું કામ માહિતી આપવાનુ હોવું જોઈએ, એના બદલે આપણા પ્રસાર માધ્યમો ભાવનાત્મક ઉત્તેજના ફેલાવી સસ્તી લોકપ્રિયતા મેળવવાના રવાડે ચડ્યા છે. અકસ્માતમાં છુંદાઈ ગયેલી લાશના ફોટા, પોલીસ પીટાઈ પછી રસ્તા પર તરફડતા યુવાનને “આપકો કૈસા લગ રહા હૈ” જેવા પુછાતા પ્રશ્નો વગેરે વગેરે. પૂછવાનું મન થાય છે કે આ બધુ શા માટે?
Comment by hemantpunekar — May 27, 2007 #
કોમ્પિટીશનનો જમાનો છે ભાઈ કોઈ કોઈને કહેવા નવરુ જ નથીને
Comment by shivshiva — May 27, 2007 #
શા માટે ? આ એક સરસ વિષય પાદ પૂર્તિ માટે રાખી શકાય .
Comment by Suresh Jani — May 27, 2007 #
જબરો આક્રોશ ઠાલવ્યો છે, દોસ્ત!
સમાજને હચમચાવવા માટે આવા
શબ્દોની તાતી જરૂર છે.
……… હરીશ દવે અમદાવાદ
Comment by હરીશ દવે — May 27, 2007 #
“શા માટે ?” પ્રશ્ન કર્યો છે અને એ વ્યાજબી છે, પણ ઉત્તર છે તમારી પાસે? આશા છે હવે પછી ની રચના માં જવાબ પણ મળશે.All the best.
રમેશ શાહ.
Comment by Ramesh Shah — May 27, 2007 #
વેધક રચના…
Comment by amitpisavadiya — May 27, 2007 #
Dear hemant.. you have nicely depicted the crude reality in this poem about the print media…..but you know this is really what we need as a
public…can you imagine that a positive news paper will survive in this “masala market”…anyway,..its nice creation…
Comment by Mehul Chauhan — May 27, 2007 #
Wish more, if not a lot or all, people would think like this.
Comment by Sangita — May 27, 2007 #
I think your thinking is really great. but now news papres has no value.so for only to be sold or to be in gosips they use this type of isues.
Comment by sanchit shastri — June 9, 2007 #