હવે એનો સહારો છે

May 20, 2007 at 10:28 pm | In ગઝલ | 12 Comments

ન આવો જાતને લઇને અહીં એનો ઇજારો છે
ફરકતા પાંદડામાં પણ જુઓ એનો ઇશારો છે

અમે ખાધું પચાવે છે,અમે ઊંઘ્યાં જગાડે છે
અમોને પ્રેમ કરવાના અલગ એના પ્રકારો છે

અમે જોયા વગર એને કર્યો છે પ્રેમ,બાકી આ
જગતમાં ચામડીને પ્રેમ કરનારા ચમારો છે

ફકીરીની ખુમારી છે ફિકર મટતી બીમારી છે
ધખાવી પ્રેમની ધૂણી બધો એનો ધખારો છે

નથી ગ્રંથો નથી પંથો બધું છોડી અમે ચાલ્યા
હૃદયમાં રામ બેઠો છે હવે એનો સહારો છે

-હેમંત

12 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. તત્વજ્ઞાન મારો પ્રિય વિષય. વાંચ્યાં કરું એટલે પ્રશ્નો પડ્યાં કરે. જીવનમાં ઘણી બધી ઘટનાઓ પહેલી નજરમાં યોગાનુયોગ જેવી લાગતી હોય છે પણ મને હંમેશા એમ લાગતું કે ઈશ્વર મને મદદ કરે છે, મારા પ્રશ્નોના જવાબ આપે છે, મારી સાથે મજાક કરે છે વગેરે વગેરે. એકવખત આવા ઘણા બધા પ્રશ્નો ભેગાં થઈ ગયા હતાં. મેં મારી પત્નીને પણ કહ્યું કે ઘણા બધા પ્રશ્નો છે અને જવાબ આપવા માટે કોઈ નથી. અને એ જ રાતે મારા એક મિત્રનો ફોન આવ્યો. એણે કહ્યું કે મારા ગુરુ પુણે આવ્યાં છે તો તું જઈને મળી આવ. વધુ એક યોગાનુયોગ. પ્રશ્નો છે બસ એટલું જ સ્વીકાર્યું છે અને જવાબ તૈયાર છે.

    એમનું નામ ડૉક્ટરકાકા. ૭૦ની ઉંમર. સાદા સંસારીના કપડાં પણ ચહેરા પર પ્રસન્નતા અને અસ્તિત્વમાં વણાઈ ગયેલી મઘમઘતી શાંતિ.

    એમને મળવા ગયો અને આ પ્રશ્ન પૂછ્યો, એટલે એમણે મને સામો પ્રશ્ન પૂછ્યો કે તને શું લાગે છે ઈશ્વર એટલે શું? એમ સમજી લે કે આ ઓરડામાં બે નહી ત્રણ લોકો બેઠા છે. બસ એ ત્રીજો દેખાતો નથી, પણ એ છે. એ બધુ સાંભળી શકે છે. બોલાયેલું પણ અને ન બોલાયેલું પણ. એ તારી મદદ કરવા તત્પર બેઠો છે. જો તું સચ્ચાઈથી પ્રશ્ન પુછીશ તો એ જવાબ જરૂર આપશે. તારી મદદ કરશે. તારી સાથે મજાક કરશે.

    અને ઈર્શાદ કહે છે તેમ આપણે તો ઈશ્વરને નામે વાણી. એ દિવસથી શ્રદ્ધા ઓર દ્રઢ થઈ કે રામ આપણી સાથે જ છે. ભગવદગીતા કહે છે તેમ આપણા હૃદયમાં બેઠો છે અને હવે એનો સહારો છે.

    રામનવમી નિમિત્તે રામને મારા તરફથી આ ગઝલની ભેંટ આપવાની ગુસ્તાખી કરું છું.

  2. I am not a poet and do not know how to type here in Gujarati, but here
    are two lines for your poem:

    Kavio ane kavitao ahin hazaro chhe
    pan anokho lajavaw aandaz tamaro chhe

  3. ફરકતા પાંદડામાં પન જુઓ એનો ઇશારો છે.
    ખૂબ સરસ.અભિનન્દન

  4. very good…congrats..!

  5. ખુબ સુંદર રચના…

  6. ભાઈ શ્રી હેમંતભાઈ
    કૂશળ હશો.
    સુંદર ગઝલ
    છે.લગાગાગા,લગાગાગા, લગાગાગા,લગાગાગા,(હઝજ
    છંદ16 અક્ષરી)ને ન્યાય કર્યો છે.આપની ગઝલ ઈશ્કે હકીકી તરફ પ્રયાણ કરેછે.આનંદ થયો.

    ’ઝાર’રાંદેરી સાહેબના તમામ છંદોના વિવરણ માટે બઝમે વફામાં નીચેના Url પર click કરી કૉપી કરી
    ,પ્રિંટ બનાવીલો.હું પણ મહદ અંશે એ પુસ્તિકાથી ફાયદો ઉઠાવું છું. ગઝલ ગુર્જરી,ગઝલ
    ગુજરાતીમાં અનુક્ર્મે શ્રી રઈશ મનિયાર અને શ્રી આશિત હૈદ્રાબાદી એ પણ સરસ છંદ સમજુતિ આપેલ
    છે.

    આપનો ’વફા’

  7. તમારી વાણીમાં કઈંક તો જરૂર છે.

  8. Very real and original creation…
    Congrates..,………

  9. સાચે જ સાદ્યંત સુંદર ગઝલ…
    છંદજાળવણી પણ સરસ છે…

  10. હેમંતભાઈ,

    જેમ વફા સાહેબે કહ્યું તેમ “ઇશ્ક-એ-હકીકી” ને અને
    ઈશ્વરભકિતમાં રહેલી અનેરી ખુમારીને પ્રદર્શિત કરતી આ ગઝલ ખરેખર ખુબ સુંદર છે…

    અભિનંદન….

  11. I like this ghazal a lot. good job Hemant!

  12. Veri Nice Wording…


Leave a comment

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.